Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જર
શીભાગવતી-સાર જાણવું. આયુષકર્મને ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક કદાચ બાંધે અને કદાચ ન બાંધે; પણ ભવ (સિદ્ધ) ન બાંધે.
ગૌ–હે ભગવન ! ચક્ષુર્દર્શનીર, અચક્ષુર્દર્શની, અવધિદર્શની અને કેવલદર્શની જ્ઞાનાવરણીય કર્મ બાંધે?
મહ–હે ગૌતમ! પહેલા ત્રણ કદાચ બધે અને કદાચ ન બાંધે. કેવલદર્શની ન બાંધે. એ પ્રમાણે વેદનીય સિવાયની સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું. વેદનીયને પ્રથમ ત્રણ બાંધે છે; કેવલદર્શની કદાચ બાંધે અને કદાચ ન બાંધે.’
ગૌ– હે ભગવન ! પર્યાપ્ત જીવ જ્ઞાનાવરણીય બાંધે? અપર્યાપ્ત બાંધે કે પર્યાપ્ત ને અપર્યાપ્ત બધે ?
મહ–હે ગૌતમ! પર્યાપ્ત જીવ કદાચ બાંધે અને કદાચ ન બાંધે;૪ અપર્યાપ્ત જીવ બાંધે જ; અને નો પર્યાપ્ત એટલે કે સિદ્ધ ન બાંધે. એ પ્રમાણે આયુષ સિવાયની સાતે માટે જાણવું. આયુષને પહેલા બે કદાચ બાંધે અને કદાચ ન બધે; ને પર્યાપ્ત (સિદ્ધ) ન બાધે.
ગૌ હે ભગવન્! ભાષક જીવ જ્ઞાનાવરણીય બાંધે કે અભાષક બાંધે?
૧, આયુષબંધાળે.
૨. દર્શન એટલે સામાન્ય બોધ; વિશેષ બેધ તે જ્ઞાન. દર્શનના આ ચાર પ્રકાર છે. ચક્ષુ સિવાયની ઇંદ્રિયથી અથવા મનથી તે સામાન્ય બાધ અચક્ષુર્દર્શન કહેવાય છે
૩. વીતરાગ હોય તે ન બાંધે. ૪. સગી હોય તે બાંધે; અયોગી ન બાંધે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org