Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જીવન વિશે પરચૂરણ વિગતે
૪૯ તિર્યચનિક સંસારસંસ્થાનકાળના બે પ્રકારમાં સૌથી થોડો અશુન્યકાળ છે, અને તે કરતાં મિશ્રકાળે અનંતગણો છે.
મનુષ્યો અને દેવોના સંસારસંસ્થાનકાળની જૂનાધિકતા નરયિકના સંસારસંસ્થાનકાળની જેમ જાણવી.
હવે ચારેના સંસારસંસ્થાનકાળની ન્યૂનાધિકતા વિચારરીએ, તો મનુષ્યસંસારસંસ્થાનકાળ સાથી છેડો છે; તેથી નૈરયિકસંસારસંસ્થાનકાળ અસંખ્યયગણે છે; તે કરતાં દેવસંસારસંસ્થાનકાળ અસંખ્યયગણે છે; અને તે કરતાં તિર્યચનિકસંસારસંસ્થાનકાળ અનંતગણ છે.
– શતક ૧, ઉદ્દે રે
વાણિજ્યગ્રામના દૂતિપલાશ ચૈત્યમાં પદ્મપ્રભુના શિષ્ય ગાંગેય શ્રમણ ભગવાન મહાવીરને પૂછે છે :
ગાં–હે ભગવન ! નરયિકે સાંતર (અંતરસહિત) ઉત્પન્ન થાય છે કે નિરંતર (અંતર સિવાય) ઉત્પન્ન થાય છે?
મહે ગાંગેય ! નરયિકે સાંતર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે.
વિવરણ: જે ઉત્પત્તિમાં સમયાદિ કાલનું અંતર – વ્યવધાન હોય, તે સાંતર કહેવાય છે. તેમાં એકેદ્રિ પ્રતિસમય ઉત્પન્ન થતા હોવાથી તેઓ સાંતર ઉત્પન્ન થતા નથી, પણ નિરંતર ઊપજે છે. તે સિવાય બીજા જીવની ઉત્પત્તિમાં
૧. કારણકે તે અંતમું હતું જેટલું છે. ૨. કારણકે તેમને અન્યકાળ પણ બાર મુહુર્ત જેટલો છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org