Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૪૨૨
શ્રીભગવતીસાર - મનુષ્યો અને તિર્યચેના વીર્યમાં બાર મુહૂર્ત સુધી. સંતાનોત્પાદિકા શક્તિ રહે છે. માટે તે વીર્ય બાર મુહૂર્ત સુધી નિભૂત કહેવાય છે. પરંતુ તે બાર મુહૂર્ત જેટલા કાળમાં ગાય વગેરેની નિમાં પડેલું બસેથી નવસે સાંઢ વગેરેનું પણ વીર્ય તે વીર્ય જ ગણાય અને તે વિયના સમુદાયમાં જે એક જીવ ઉત્પન્ન થાય છે, તે બધાને. પુત્ર કહેવાય.
ગૌ૦–હે ભગવન ! મનુષી અને પંચૅકિય તિર્યંચણી. સંબંધી નિગત વીર્ય કેટલે કાળ નિભૂત રૂપે રહે છે
મહે ગૌતમ! ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને. વધારેમાં વધારે બાર મુહૂર્ત.
ગૌ૦–હે ભગવદ્ ! એક જીવ એક ભવમાં કેટલા. જણનો પુત્ર થાય ?
મહે ગૌતમ ! ઓછામાં ઓછા એક જણને. બે. જણનો કે ત્રણ જણને અને વધારેમાં વધારે બસે થી નવર્સે જણને.
ગૌ હે ભગવન ! એક જીવને એક ભવમાં કેટલા પુત્રો થાય?
મ–હે ગૌતમ! સ્ત્રી અને પુરુષને કામોત્તેજિત નિમાં મૈથુનરૂપ હેતુવાળે સોગ થાય છે, ત્યાર પછી તે બંને વીર્ય અને લોહીનો સંબંધ કરે છે અને પછી તેમાં ઓછામાં ઓછા એક, બે કે ત્રણ અને વધારેમાં વધારે. બે થી નવલાખ સુધી જીવ પુત્ર તરીકે ઉત્પન્ન થાય છે.
૧. માછલાં વગેરે જ્યારે એક વાર સંયોગ કરે છે, ત્યારે પણું તેમના ગર્ભમાં બે થી નવ લાખ છો ઉત્પન્ન થાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org