Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતીસાર અનંતગણું ગણ્યા છે. તેથી તેઓ અવેદક કરતાં અનંતગણું છે -
– શતક ૬, ઉદેવ ૩.
કરણ ગૌ –હે ભગવન! કરણ કેટલા પ્રકારનાં કહ્યાં છે ? .
મહ–હે ગૌતમ ! કરણે ચાર પ્રકારનાં કહ્યાં છે : મનકરણ, વચનકરણ, કાયકરણ, અને કર્મકરણ. (કર્મકરણ એટલે કર્મને બંધનાદિમાં નિમિત્તભૂત જીવનું વીર્ય.) - નરયિકાદિ છે શુભાશુભ કરણથી વિવિધ સુખદુઃખાદિ અનુભવે છે.
– શતક ૬, ઉ૦ ૧
ગૌ હે ભગવન! કરણ કેટલા પ્રકારે કહ્યું છે?
–હે ગૌતમ! કરણ પાંચ પ્રકારે કહ્યું છે : દ્રવ્યકરણ, ક્ષેત્રકરણ, કાલકરણ, ભવકરણ અને ભાવકરણ.
વિવરણ: જે વડે કરાય તે કરણ, ક્રિયાનું સાધન; અથવા કરવું તે કરણ. તેના પાંચ પ્રકાર છેઃ ૧. દ્રવ્યરૂપ દાતરડા વડે કરણ તે દ્રવ્યકરણ ; અથવા શલાકાદિ દ્રવ્ય વડે કટાદિ દ્રવ્યનું કરવું તે કવ્યકરણ. ૨. ક્ષેત્રરૂપ કરણ, અથવા
૧. પ્રસંગવશાત્ જણાવી લેવું ઠીક થશે કે અભવ્ય – અચરમકદી મુક્ત ન થનારા જીવો કરતાં ભવ્ય – ચરમ - મુક્ત થનારા જીવે અનંતગણું છે. કારણ કે અભવ્ય કરતાં સિદ્ધો અનતગણા કહ્યા છે, અને જેટલા સિદ્દો છે, તેટલા જ ચરમ જીવે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org