Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૪૯
છવનાં મરણ, જન્મ અને મોક્ષ
–હે ભગવન ! અવધિમરણ શાથી કહેવાય છે? મહ–હે ગૌતમ! નરક ગતિને જીવ આયુષકર્મને અત્યારે ભોગવીને છાડતો જાય છે, તે જ કર્મને ભવિષ્યકાળ નારક થઈને તે ફરીથી પણ ગ્રહણ કરીને છોડશે, તે માટે હે ગૌતમ ! તે અવધિમરણ કહેવાય છે.
ગૌ હે ભગવન આત્યંતિમરણ શા માટે કહેવાય છે.
ભ૦-–હે ગૌતમ ! નારકપણે વર્તતે જીવ જે કર્મને અત્યારે ભોગવીને છોડે છે, તેને ભવિષ્યમાં ફરી નહિ છેડે, તેથી તે આત્યંતિકમણ કહેવાય છે.
ગૌ–હે ભગવન! બાલમરણ કેટલા પ્રકારનું છે? ભા–હે ગૌતમ બાલમરણ બાર પ્રકારનું છે ? ગૌ હે ભગવન! પંડિતમરણ કેટલા પ્રકારનું છે?
ભ૦-–હે ગૌતમ ! પાદપપગમન (પડેલા પાદપ–વૃક્ષની પઠે હાલ્યા ચાલ્યા સિવાય એ જ સ્થિતિમાં મરતા સુધી આહારત્યાગપૂર્વક રહેવું તે), અને ભક્તપ્રત્યાખ્યાન (આહારપાણીનો ત્યાગ કરી બીજાની સેવા લેવા વગેરેની છૂટ રાખવી તે).
–શતક ૧૩, ઉદે. ૭
ગતિ વિવરણ: જીવ મરણ પામી એક સ્થાન છોડી બીજે સ્થાને જાય છે, ત્યારે તે અંતરાલગતિ–વચગાળાની ગતિ
૧. જુઓ આગળ પા. ૧૭૬. ૨. જુઓ આગળ પા. ૧૭૬.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org