SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ છવનાં મરણ, જન્મ અને મોક્ષ –હે ભગવન ! અવધિમરણ શાથી કહેવાય છે? મહ–હે ગૌતમ! નરક ગતિને જીવ આયુષકર્મને અત્યારે ભોગવીને છાડતો જાય છે, તે જ કર્મને ભવિષ્યકાળ નારક થઈને તે ફરીથી પણ ગ્રહણ કરીને છોડશે, તે માટે હે ગૌતમ ! તે અવધિમરણ કહેવાય છે. ગૌ હે ભગવન આત્યંતિમરણ શા માટે કહેવાય છે. ભ૦-–હે ગૌતમ ! નારકપણે વર્તતે જીવ જે કર્મને અત્યારે ભોગવીને છોડે છે, તેને ભવિષ્યમાં ફરી નહિ છેડે, તેથી તે આત્યંતિકમણ કહેવાય છે. ગૌ–હે ભગવન! બાલમરણ કેટલા પ્રકારનું છે? ભા–હે ગૌતમ બાલમરણ બાર પ્રકારનું છે ? ગૌ હે ભગવન! પંડિતમરણ કેટલા પ્રકારનું છે? ભ૦-–હે ગૌતમ ! પાદપપગમન (પડેલા પાદપ–વૃક્ષની પઠે હાલ્યા ચાલ્યા સિવાય એ જ સ્થિતિમાં મરતા સુધી આહારત્યાગપૂર્વક રહેવું તે), અને ભક્તપ્રત્યાખ્યાન (આહારપાણીનો ત્યાગ કરી બીજાની સેવા લેવા વગેરેની છૂટ રાખવી તે). –શતક ૧૩, ઉદે. ૭ ગતિ વિવરણ: જીવ મરણ પામી એક સ્થાન છોડી બીજે સ્થાને જાય છે, ત્યારે તે અંતરાલગતિ–વચગાળાની ગતિ ૧. જુઓ આગળ પા. ૧૭૬. ૨. જુઓ આગળ પા. ૧૭૬. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy