________________
૪૧૦
શ્રીભગવતી-સાર માટે અમુક બાબતો વિચારવી પ્રાપ્ત થાય છે. તે અહી ટૂંકમાં જણાવી છે. તે અંતરાલગતિ બે પ્રકારની છે : ઋજુ અને વક્ર. વક્રગતિને વિગ્રહગતિ પણ કહે છે. જુગતિથી જતા જીવને પૂર્વશરીર છોડતી વખતે પૂર્વશરીરજન્ય વેગ મળે છે, તેનાથી તે બીજા પ્રયત્ન સિવાય જ, ધનુષ્યથી છૂટેલા બાણની માફક, તે નવા સ્થાને પહોંચી જાય છે. પરંતુ વક્ર (વિગ્રહ) ગતિથી જતા જીવને વચ્ચે નવો પ્રયત્ન કરવો પડે છે. કેમકે, પૂર્વશરીરજન્ય પ્રયત્ન જીવને જ્યાંથી વળવું પડે છે, ત્યાં સુધી જ કામ કરે છે. વળવાનું સ્થાન ( વિગ્રહ) આવતાં પૂર્વ દેહજનિત પ્રયત્ન મંદ પડે છે. તે વખતે જીવને બીજું કોઈ સ્કૂલ શરીર નથી હોતું, તેથી કાર્મણ– સૂક્ષ્મ શરીર દ્વારા ત્યાં ન પ્રયત્ન થાય છે.
સીધી ગતિનો અર્થ એ છે કે, પહેલાં જે આકાશક્ષેત્રમાં છવ સ્થિત હોય, ત્યાંથી ગતિ કરતાં તે ત્યાંથી સીધી રેખામાં ઊંચે, નીચે અથવા તીર છે ચાલ્યો જાય. વક્ર (વિગ્રહ) ગતિ એ છે કે જેમાં પૂર્વથાનથી નવા સ્થાન સુધી જતાં સરળ રેખાનો ભંગ થાય, અર્થાત ઓછામાં ઓછો એક વાંક (વિગ્રહ ) તે અવશ્ય લેવો પડે. મુક્ત થનારો જીવ તો મેક્ષના નિયત સ્થાન ઉપર જુગતિથી. જ ઉપર જાય છે, વક્રગતિથી નહિ. પરંતુ સંસારી જીવ કાંતે સરળ રેખામાં કે ક્યારેક વક્રરેખામાં પણ ગતિ કરે છે,
જ્યારે સીધી ગતિ હોય ત્યારે અંતરાલગતિમાં એક જ સમય લાગે છે. જેમાં એક વાંક હોય તેમાં (વાંકવાળા સ્થાને પહોંચતાં એક, અને વાંકવાળા સ્થાનથી ઉત્પત્તિ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org