SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનાં મરણ, જન્મ અને મોક્ષ ૪૧૧ સ્થાન સુધી બીજે એમ) બે સમય લાગે. બે વાંક હોય તેને ત્રણ સમય લાગે; અને ત્રણ હોય તેને ચાર સમય લાગે. અજુગતિથી કે વક્રગતિથી જન્માન્તર કરતા જીવને પૂર્વ આયુષ પૂર્ણ થાય કે તરત જ નવીન આયુષ, ગતિ વગેરે કર્મને યથાસંભવ ઉદય થઈ જ જાય છે. મુમાન જીવને અંતરાલગતિમાં અહારને પ્રશ્ન જ નથી, કેમકે તે સુક્ષ્મ સ્થૂલ બધાં શરીરથી રહિત છે.. પરંતુ સંસારી જીવને તે અંતરાલગતિમાં પણ સૂક્ષ્મ શરીર અવશ્ય હોય છે, તેથી તેને આહારનો પ્રશ્ન છે. આહાર એટલે સ્કૂલ શરીરને યોગ્ય પુદ્ગલે ગ્રહણ કરવાં. એ આહાર સંસારી જેમાં અંતરાલગતિને સમયે હોય પણ ખરે અને ન પણ હોય. ઋજુગતિવાળા જીવો જે સમયે પૂર્વ શરીર છોડે છે, તે જ સમયે નવું સ્થાન પ્રાપ્ત કરે છે; તેમાં સમયાંતર થતો નથી. તેથી તેઓને અજુગતિને સમય નવીન જન્મસ્થાનને ગ્રહણ કરેલ આહારને જ સમય છે. એક વાંકવાળી ગતિના બે સમયોમાંથી પહેલો સમય અનાહારનો છે, અને બીજે સમય નવા ઉત્પત્તિસ્થાનમાં આહારગ્રહણનો છે. તે પ્રમાણે ત્રણ સમયની બે વાંકવાળી સ્થિતિમાં પ્રથમ બે અનાહારના, અને ચાર સમયની ત્રણ વાંવાળી ગતિમાં પ્રથમ ત્રણ સમય અનાહારના સમજી લેવા. ૧. તે વખતે શરીર પોષક આહારરૂપે સ્થૂલ પુદ્ગલોના ગ્રહણને અભાવ હોય છે, પણ કામણ શરીર દ્વારા થતા કંપનને લીધે કર્મયુગલનું ગ્રહણ તો થયા જ કરે છે. કેમકે ચોગ – પ્રવૃત્તિ માત્ર કર્મબંધનનું કારણ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy