Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જીવને લગતી કેટલીક બાબતે ૩૦૧ મિશ્રદષ્ટિ) જીવોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે.
મિશ્રદષ્ટિ જીવોને મિશ્ચાદર્શનલબ્ધિવાળાની પિઠે જાણવા અને મિશ્રદષ્ટિરહિત છને મિથ્યાદર્શનલબ્ધિરહિત, જીની જેમ જાણવા.
ચારિત્રલબ્ધિવાળા ઓને પાંચ જ્ઞાન વિકલ્પ જાણવા અને ચારિત્રલબ્ધિરહિત જીવોને મન:પર્યાયજ્ઞાન સિવાયનાં જ ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ જાણવાં.
સામાયિક ચારિત્રલબ્ધિવાળા છોને કેવલજ્ઞાન સિવાયર ચાર જ્ઞાન વિકલ્પ હોય છે; અને સામાયિક ચારિત્રલબ્ધિરહિત જીવોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે.
તે પ્રમાણે યથાખ્યાતચારિત્ર સુધી સમજવું પરંતુ તેની લબ્ધિવાળાને પાંચ જ્ઞાન વિકલ્પ જાણવાં. -
ચારિત્રાચારિત્ર (દેશચારિત્ર) લધિવાળા જીવો જ્ઞાની છે પણ અજ્ઞાની નથી. તેમાં કેટલાક બે જ્ઞાન (મતિ અને બુત) વાળા છે; અને કેટલાક ત્રણ જ્ઞાન (મતિ, મૃત અને અવધિ) વાળા છે. ચારિત્રાચારિત્રલબ્ધિરહિત જીવને
૧. કારણકે અવિરતિપણામાં પ્રથમનાં બે કે ત્રણ જ્ઞાન હોય છે, અને સિદ્ધપણામાં એક કેવલજ્ઞાન જ હોય છે.
૨. કારણકે યથાખ્યાતચારિત્રીને જ કેવલજ્ઞાન હોય છે.
૩. કારણકે સામાચિકચારિત્રની લબ્ધિરહિત જે જ્ઞાની જવા છે તેઓને છેદેપસ્થાપનીયભાવે અને સિદ્ધભાવે પાંચ જ્ઞાન વિકલ્પ છે. તથા જે અજ્ઞાની છે, તેમને ત્રણ અજ્ઞાન વિકલ્પ છે,
૪. કારણકે યથાખ્યાતચારિત્રી છસ્થ કે કેવલી હોય એટલે તેને પાંચ જ્ઞાન વિકલ્પ હેય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org