Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જીભગવતીસાર મળી કુલ નવ ભેદ છે. અને અનુત્તરના, વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એવા પાંચ પ્રકાર છે. તે બધાના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે પ્રકાર છે.
- શતક છે, ઉદે. ૪
ટિપ્પણું ટિપ્પણું નં. ૧ઃ
“ગુણ” એટલે આત્માની સમ્યફવ, ચારિત્ર, વીર્ય આદિ શક્તિઓ; અને “સ્થાન” એટલે તે શક્તિઓની તરતમભાવવાળી અવસ્થાઓ. જેમ જેમ આત્મા ઉપરનાં મેહનીય કર્મનાં પટલ દૂર થાય છે, તેમ તેમ આત્માના સહજ ગુણે પ્રગટ થતા જાય છે. તેવાં ગુણસ્થાનો અથવા આધ્યાત્મિક વિકાસક્રમની શ્રેણીઓ ૧૪ ગણાવાય છે. ૧. જેમાં દર્શનમોહનીયની પ્રબળતાથી આત્મામાં તત્ત્વરુચિ જ પ્રગટતી નથી, તથા જેની દૃષ્ટિ મિથ્યા હોય છે. તે મિયાદષ્ટિ' નામનું પ્રથમ ગુણસ્થાન છે.
૨. અગિયારમે ગુણસ્થાને પહોંચ્યા છતાં પતિત થઈ પ્રથમ ગુણસ્થાન ઉપર આવતાં વચ્ચે બહુ થેડે વખત તત્વચિના સ્વલ્પ આસ્વાદવાળી જે અવસ્થા પ્રાપ્ત થાય છે, તે “સાસ્વાદન’ ગુણસ્થાન.
૩. સત્ય-અસત્ય વચ્ચે દોલાયમાન સ્થિતિ તે સમ્યકૃમિથ્યાદષ્ટિ” ગુણસ્થાન.
૪. જેમાં આત્મા અસંદિગ્ધપણે સત્યદર્શન-તત્ત્વરુચિ કરી શકે છે, તે “અવિરતસમ્યગ્દષ્ટિ” ગુણસ્થાનક. તેને અવિરત કહેવાનું કારણ એ છે કે, તેમાં દર્શનમેહનીયનું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org