Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૩૫૩
જીનું વગીકરણું સમય લે છે. એમ પોતપોતાની યોનિને યોગ્ય બધી પર્યાપ્તિઓને કેટલાક આત્માઓ પૂરી કરીને મરે છે. ત્યારે કેટલાક તેમ નથી કરતા. એમાંથી પહેલાને પર્યાપ્તકે, અને બાકીનાઓને અપર્યાપ્તકે કહે છે. [ તેઓ પણ આહાર, શરીર અને ઈદ્રિય પર્યાપ્તિઓની પૂર્ણતામાં જ મરે છે, નહિ કે પહેલાં; કારણકે આવતા ભવનું આયુ બાંધીને જ દેહીએ ભરે છે. જો આમ ન થાય તો બધા આત્મા મુક્ત થાય. તે ભવાંતરનું આયુ, આહાર, શરીર અને ઇન્દ્રિયની પર્યાપ્તિઓની પૂર્ણતામાં જ બંધાય છે.]
સંગી અને અસંસી : ઉપર જણાવ્યા પ્રમાણે એપ્રિય પૃથ્વીકાયાદિથી માંડીને ચતુરિન્દ્રિય સુધીના વર્ગોને તો મન હેતું નથી. પંચેન્દ્રિયના વર્ગોમાંથી દેવ અને નારક એ બેમાં તો બધાને મન હોય છે; અને મનુષ્ય તથા તિર્યંચ એ બેમાં જે ગર્ભોત્પન્ન હોય તેઓને જ હોય છે, તાત્પર્ય એ છે કે, મનુષ્ય અને તિર્યંચ ગર્લોત્પન્ન તથા સંમઈિમ એમ બે બે પ્રકારના હોય છે, જેમાં સંમઈિમ મનુષ્ય અને તિર્યંચને મન હોતું નથી.
સંજ્ઞા હોય અથવા ન હોય તે ઉપરથી અમુકને મન છે કે નહિ, તે જાણું શકાય છે. અહીં સંજ્ઞા એટલે ગુણદોષની વિચારણું કે જેનાથી હિતની પ્રાપ્તિ અને. અહિતને પરિહાર થઈ શકે, એ વિશિષ્ટ વૃત્તિ જાણવી. અહીં એવા પુષ્ટ મનની વિવક્ષા છે કે નિમિત્ત મળતાં જેનાથી દેહયાત્રા ઉપરાંત બીજો વિચાર પણ કરી શકાય. તાત્પર્ય કે જેનાથી પૂર્વ જન્મનું સ્મરણ સુધ્ધાં થઈ શકે એટલી વિચારની યેગ્યતારૂપી સંપ્રધારણ સંજ્ઞાની અહીં વિવક્ષા છે.
२३
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org