Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ર૯
શ્રીભગવતીસાર પછી ભગવાને પોતાના નિર્ચને બેલાવીને કહ્યું કે, ગશાલકે મારે વધ કરવા જે તેજોલેસ્યા કાઢી હતી, તે, અંગ, વંગ, મગધ, મલય, માલવ, અચ્છ, વત્સ, કૌત્સ, પાટ, લાટ, વજી, મૌલી, કાશી, કેશલ, અબાધ અને સંભુર – એ સોળ દેશનો ઘાત કરવા માટે, વધ કરવા માટે, અને ભસ્મ કરવા માટે સમર્થ હતી. વળી તે આર્યો ! ગશાલક અત્યારે હાથમાં ગેટલો રાખી, નાચવું ગાવું વગેરે જે કર્મો કરે છે, તેમના દેપને ઢાંકવા માટે તે નીચેની આઠ છેક છેલ્લી – ચરમ – વસ્તુઓનો સિદ્ધાંત એમ પ્રતિપ્રાદિત કરે છે કે, એ આઠ વસ્તુઓ ફરી દુનિયામાં બનવાની નથી : ચરમ પાન, ચરમ ગાન, ચરમ નાટચ, ચરમ અંજલિકર્મ, ચરમ પુષ્કલસંવર્ત મહામે, ચરમ સેચનક ગન્ધહસ્તી, ચરમ મહાશિલાકંટક સંગ્રામ અને આ અવસર્પિણીના ચોવીસ તીર્થકરામાં ચરમ તીર્થકર (ગશાલક પિતે).૧ વળી તે માટીના પાત્રમાં રહેલા પાણી વડે શરીરને સિંચે છે, તે દોષને ઢાંકવા માટે પણ તે ચાર પાનક, અને ચાર અપાનકનો સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે. ચાર પાનક – પીણાં – પાણી તે આ
૧. આ આઠમાં સેચનક હાથી તે તે શ્રેણિક રાજાએ હલ્લ કુમારને આપેલો હાથી જ છે, જેને માટે મહાશિલાકંટક સંગ્રામ થયો હતો. (જુઓ આ ખંડમાં તે નામનું પ્રકરણ). ચરમ તીર્થકર તે ગોશાલક પિતે જ. ચરમ પુષ્કલ સંવત મહામેઘ તે – એ કાળમાં વિટાળિયા સાથે થયેલી અતિવૃષ્ટિના પ્રસંગને માટે હશે. બાકીનાં ચાર કર્મો તો પિતે મહાવીર સાથેના યુદ્ધમાં દાળ્યા પછી જે નાટયાદિ કરતો હતો તે જ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org