Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જીવનાં જ્ઞાન ' ઉ–હે ગૌતમ! તે પુરુષદવાળો હોય, અથવા કૃત્રિમ નપુંસક હોય.
પ્રહ–હે ભગવન્! તેને કેટલા કપાયે હોય?
ઉ–હે ગૌતમ! તેને સંજવલન પ્રકારના ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય હોય. તેના અધ્યવસાયો પણ પ્રશસ્ત જ હોય.
– શતક ૯, ઉદ્દે ૩૧
પ્રમાણ જેનાથી અર્થ – પદાર્થ – જાણી શકાય તે પ્રમાણુ. અથવા ‘જાણવું' તે પ્રમાણ.
ગૌ –હે ભગવન ! પ્રમાણ તે શું?
ઉ–હે ગૌતમ ! પ્રમાણુ ચાર પ્રકારનું છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને આગમ.
પ્રત્યક્ષના બે પ્રકાર છે : ઈડિયપ્રત્યક્ષ અને નોકિયપ્રત્યક્ષ. ઈદ્રિયપ્રત્યક્ષ એટલે પાંચ ઇથિી થતું જ્ઞાન. નોઈદ્રિયપ્રત્યક્ષ એટલે ઈક્રિય અને મનની સહાયતા વિના ફક્ત આત્માની લેગ્યતાના બળથી ઉત્પન્ન થતું જ્ઞાન. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અને કેવલજ્ઞાન એ નોઈદિયપ્રત્યક્ષ જ્ઞાને છે.
અનુમાન ત્રણ પ્રકારનું છે. પૂર્વવત, શેષવત અને દષ્ટસાધમ્યવત્ . [ જેમ નાસી જઈને ફરી આવેલા પુત્રને માતા કઈ (ત્રણ વગેરેના) પૂર્વ નિશાનથી ઓળખી કાઢે.
૧. જુઓ આગળ પા. ૨૯, ટિ. ન. પ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org