Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ર૫ પ્રગટ કરીને તથા મિથ્યાત્વના અભિનિવેશ વડે પિતાને તથા પરને બ્રાંત કરતે અને મિથ્યાજ્ઞાનવાળા કરતે, ઘણું વરસ સાધુપણે જીવ્યો, અને અંતે ત્રીશ ટંકના ઉપવાસ કરી, પિતાના પાપસ્થાનકને આલેચ્યા-પ્રતિક્રમ્યા વિના મરણ પામી લાન્તક દેવલોકમાં તેર સાગરેપમ સ્થિતિવાળા કિવિષિક ૧ દેવ થયો.
જમાલિને મરણ પામેલે જાણી ગૌતમે મહાવીર ભગવાનને તેની ગતિ વિષે પ્રશ્ન પૂછળ્યો અને તેની વિગત જાણ તેમણે કિલ્વિષિક દેવ વિષે વધુ પ્રશ્નો પૂછળ્યા :
પ્ર–હે ભગવદ્ ! કિવિષિક દેવ કેટલા પ્રકારના છે?
ઉ– ગૌતમ! ત્રણ પ્રકારના છે: ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા, ત્રણ સાગરેપમની સ્થિતિવાળા, અને તેર સાગરોપમની સ્થિતિવાળા. તેમાં પહેલા પ્રકારના દેવો જ્યોતિષ્ક દેવોની ઉપર અને સૌધર્મ અને ઈશાન દેવલોકની નીચે રહે છે. બીજા પ્રકારના દેવે સૌધર્મ અને ઈશાન દેવલોકની ઉપર, તથા સનકુમાર અને મહેન્દ્ર દેવલોકની નીચે રહે છે. તથા ત્રીજા પ્રકારના દેવ બ્રહ્મલોકની ઉપર અને લાંતક કલ્પની નીચે રહે છે.
જે જીવો આચાર્યને ઠેષી, ઉપાધ્યાયને દ્વેષી, કુલ, ગણ અને સંઘના દેવી, તથા તે બધાનો અયશ અને અકીર્તિ કરનારા હોય; તથા ઘણું અસત્ય અર્થે પ્રગટ કરવાથી અને મિશ્યા કદાગ્રહથી પિતાને અને પરને બ્રાન્ત કરતા મરણ પામે, તેઓ કિલ્વિષિક દેવ તરીકે જન્મે છે.
૧, દેવમાં અંત્યજ જેવી એ હીન ટી છે. '
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org