Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૧૫
શ્રીભગવતી-સાર વંશતંતુની વૃદ્ધિ કરવામાં સમર્થ યૌવનવાળી છે; મનને અનુકૂલ અને હદયને ઈષ્ટ છે; ગુણો વડે પ્રિય અને ઉત્તમ છે; તેમ જ હંમેશાં ભાવમાં અનુરક્ત અને સર્વ અંગમાં સુંદર છે. માટે હે પુત્ર! તું એ સ્ત્રીઓ સાથે મનુષ્યસંબંધી વિશાલ કામભોગે ભગવ; ત્યાર પછી ભુક્તભેગી થઈ, વિષયોની ઉત્સુકતા દૂર થયા બાદ, અમારા મૃત્યુ પછી દીક્ષા લેજે.
જમાલિ–હે માતપિતા! મનુષ્યસંબંધી કામભાગે અશુચિ અને અશાશ્વત છે; વાત, પિત્ત, –વીર્ય અને લેહીને કરવાવાળા છે; વિષ્ટા, મૂત્ર, શ્લેષ્મ, નાસિકાને મેલ, વમન, પિત્ત, પરુ, શુક્ર અને શેણિતથી ઉત્પન્ન થયેલા છે; વળી તે અમનેશ તથા ખરાબ મૂત્ર અને દુર્ગધી વિષ્ટાથી ભરપૂર છે; મૃતકના જેવી ગંધવાળા ઉસથી અને અશુભ નિઃશ્વાસથી ઉગ ઉત્પન્ન કરે છે; બીભત્સ, હલકા અને કલમલ (અશુભ દ્રવ્ય)ના સ્થાનરૂપ હોવાથી દુઃખરૂપ અને સર્વ મનુષ્યોને સાધારણ છે; શારીરિક અને માનસિક અત્યંત દુઃખ વડે સાધ્ય છે; અજ્ઞાન જનથી લેવાયેલા છે; સાધુ પુરુષોથી હંમેશાં નિંદનીય છે; અનંત સંસારની વૃદ્ધિ કરનારા છે, પરિણામે કટુક ફળવાળા છે; બળતા વાસના પૂબાની પેઠે ન મૂકી દઈએ તે દુઃખાનુબંધી અને મોક્ષભાર્ગમાં વિઘરૂપ છે.
માતપિતા––હે પુત્ર! અ ( પિતામહ), પર્યા (પ્રપિતામહ) અને પિતાના પર્યા થકી આવેલું અખૂટ દ્રવ્ય તારે વિદ્યમાન છે; તે તારે સાત પેઢી સુધી પુષ્કળ દાન દેવાને, પુષ્કળ ભોગવવાને અને પુષ્કળ વહેચવાને પૂરતું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org