Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
મદુક શ્રાવક રૂપ આપણે જતા નથી; સમુદ્રને પેલે પાર રૂપ છે, પણ આપણે તેમને જોતા નથી. દેવલોકમાં પણ પદાર્થો છે, પણ તેમને આપણે જતા નથી. એ પ્રમાણે તમે કે હું કે એવા અજ્ઞાની જેને ન જાણુએ કે ન દેખીએ, તે બધું ન હોય, તો ઘણી વસ્તુઓનો અભાવ થઈ જાય !'
આમ કહીને મક્કે તેમને નિરુત્તર કર્યા. પછી તે આગળ ચાલ્યો અને ભગવાન પાસે જઈ તેમને વંદનાદિ કર્યા. ત્યારે ભગવાને તેને એ બધું બનેલું કહી સંભળાવીને જણાવ્યું કે, હે ભદુક! જે કઈ પુરુષ. પિતે નહિ જોયેલી, નહિ સાંભળેલી, નહિ સ્વીકારેલી કે નહિ જાણેલી વસ્તુને, હેતુને, પ્રશ્નને કે ઉત્તરને ઘણા માણસે વચ્ચે કહે છે, તે અહંતોની અને તેમણે કહેલા ધર્મની આશાતના (અવમાનના) કરે છે. માટે તે પેલાઓને એ પ્રમાણે ઠીક કહ્યું છે, સારું કહ્યું છે.
જ્યારે ભગવાને ભદુકને એમ કહ્યું, ત્યારે તે અતિ સંતુષ્ટ થયો. પછી ભગવાને તેને અને સભાજનોને ધર્મકથા કહી. પછી મક્કે પણ ભગવાનને ઘણું પ્રશ્નો પૂછળ્યા અને અર્થે જાણ્યા. પછી તે તેમને વંદનાદિ કરી પાછો ચાલ્યા ગયે.
–હે ભગવન ! તે મદ્રક શ્રાવક આપની પાસે પ્રજ્યા લેશે?
મહ–હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. પણ તે ઘણાં શીલવતાદિ વડે તથા યથાયોગ્ય સ્વીકારેલાં તપકર્મ વડે આત્માને ભાવિત કરતાં અંતે સાઠ ટક ઉપવાસ કરી, મરણ પામી સૌધર્મ કલ્પમાં અરુણુભ વિમાનમાં દેવપણે
' - ૧. એટલે કે કેવલજ્ઞાન વિનાના – છદ્મસ્થ.
'
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org