Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
આય શ્રીક
૧૯૩
આ પ્રમાણે: પહેલા માસમાં પોંદર દિવસ ઉપવાસના અને પંદર દિવસ પારણાના છે; ખીન્નમાં વીસ ઉપવાસના અને ૧૦ પારણાના; ત્રોજામાં તે જ પ્રમાણે અનુક્રમે ૨૪ અને ૮; ચેાથામાં ૨૪ અને ૬; પાંચમામાં ૨૫ અને ૫, છઠ્ઠામાં ૨૪ અને ૪; સાતમામાં ૨૧ અને ૩, આઠમામાં ૨૪ અને ૩; નવમામાં ૨૭ અને ૩; દશમામાં ૩૦ અને ૩; ૧૧મામાં ૩૩ અને ૩; ૧૨મામાં ૨૪ અને ૨; ૧૩મામાં ૨૬ અને ૨; ૧૪મામાં ૨૮ અને ૨; ૧૫મામાં અને રી; અને ૧૬મામાં ૩૨ અને ૨. જે માસમાં દિવસે આગળના માસમાંથી ખેંચીને પૂરા કરવા. ૩૨ દિવસ તપ કરવાનું કહ્યું હાય, તે માસના એ દિવસે ઉપરના માસમાં ખેંચી માસમાં તપ કરતાં વધારે દિવસે! હાય તે દિવસા તેની પછીના માસમાં મેળવી દેવા.
૩૦
ખૂટતા હાય તે અર્થાત્ જેમાં માસની પાસેના લેવા; અને જે
હવે સ્કંદક મુનિ આ પ્રકારના ઉદાર ( આશા વિનાના), વિસ્તીર્ણ, કલ્યાણરૂપ, મગળરૂપ, શાભાયુક્ત, ( સારી રીતે પાળેલું હેાવાથી ઉત્તમ, ઉજ્જવળ, અને મેટા પ્રભાવવાળા તપકમથી શુષ્ક થઈ ગયા, ભૂખને પ્રભાવે ફ્ ખા થઈ ગયા, માંસરહિત થયા, તથા માત્ર હાડકાં અને ચામડાથી જ ઢંકાયેલા રહ્યા. તે ચાલતા ત્યારે શરીરનાં બધાં હાડકાં ખડખડતાં હતાં તથા તેમના શરીરની નાડીઓ ઉપર તરી આવી હતી. હવે તે માત્ર પેાતાના આત્મબળથી જ ચાલવું બેસવું વગેરે ક્રિયાઓ કરી શકતા હતા. તે એટલા બધા દુર્બળ થઈ ગયા હતા કે, મેાલી રહ્યા પછી, અને ખેાલતાં ખેલતાં તથા એકલવાનું કામ પડે ત્યારે પણુ ગ્લાનિ પામતા હતા. પાંદડાં,
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org