Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૪
શ્રીભગવતી–સાર મહ–હે ગૌતમ! એ અર્થ યથાર્થ નથી. પણ છે ગૌતમ! તે શંખ શ્રમણોપાસક ઘણું શીલવ્રત, ગુણવ્રત, વગેરે વડે તથા યથાયોગ્ય સ્વીકારેલાં તપકર્મ વડે આત્માને ભાવિત કરતે, ઘણું વરસો સુધી શ્રમણોપાસકપણે પાળી, અંતે સાઠ ટંક ઉપવાસ કરી, સમાધિયુક્ત ચિત્તે મરણ પામી, સૌધર્મકલ્પમાં અરુણાભ નામે વિમાનમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાં કેટલાક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. તેમાં તેની પણ ચાર પલ્યોપમની સ્થિતિ હશે. પછી તે સ્થિતિને ક્ષય થાય બાદ, તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે અને સર્વ દુઃખેનો અંત લાવશે.
– શતક ૧૨, ઉદેવ ૧:
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org