Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૧૮
શ્રીભગવતીસાર જયંતી–દક્ષપણું – ઉદ્યમીપણું સારું કે આળસુપણું સારું?
ભ૦–હે જયંતિ! ધાર્મિક જીવોનું ઉદ્યમીપણું સારું; અને અધાર્મિક જીવોનું આળસુપણું સારું. ધાર્મિક છે ઉદ્યમી (દક્ષ) હેય, તે આચાર્યાદિની ઘણી સેવા કરે છે, માટે તેઓનું દક્ષપણું સારું છે.
જયંતી–શ્રોત્રેકિયને વશ થવાથી પીડિત થયેલો જીવ શું બાંધે?
મ– જયંતિ! જેમ ક્રોધને વશ થયેલા જીવ સંબંધે આગળ શંખશેઠ વખતે કહ્યું, તેમ અહીં પણ જાણવું. તેમ બીજી ઈદ્રિયોને વશ થયેલાએ વિષે પણું જાણવું.
ત્યારબાદ તે જયંતી શ્રમણે પાસિકા શમણુભગવંત મહાવીર પાસે એ વાત સાંભળી હર્ષવાળી અને સંતુષ્ટ થઈ તથા તેમની પાસે પ્રવજ્યા સ્વીકારી, આર્ય ચંદનાના શિષ્યાપણુએ રહી, અગિયાર અંગે ભણી, ઘણું વર્ષો સાધ્વીપણું પાળી, અંતે સાઠ ટંક ઉપવાસ કરી, ભરણ પામી. નિર્વાણ પામી, તથા સર્વ દુઃખથી મુક્ત થઈ.
– શતક ૧૨, ઉદે ર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org