Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
२२१
શ્રીભાગવતી-સાર શું જ કહેવું. તથા એક પણુ આર્ય અને ધાર્મિક સુવચનના શ્રવણથી મોટું ફળ થાય છે, તો પછી વિપુલ અર્થને ગ્રહણ કરવા વડે મહાફલ થાય તેમાં નવાઈ શી? માટે ચાલ આપણે જઈએ અને તેમને વંદન કરીએ. એ આપણને આ ભવમાં તથા પરભવમાં હિત, સુખ, અને નિઃશ્રેયસ માટે
થશે.
આ સાંભળી મૃગાવતી પણ મહાવીરસ્વામીનાં દર્શન માટે તત્પર થઈ તથા જયંતીની સાથે વાહનમાં બેસી જ્યાં મહાવીર ભગવાન હતા ત્યાં ગઈ . દર્શનાદિ કર્યા બાદ, તથા ધર્મકથા સાંભળ્યા બાદ બધા લોકો સાથે ઉદાયન અને મૃગાવતી પાછા ફર્યા.
પરંતુ જયંતી તો ભગવાનને નમસ્કાર કરી પૂછવા લાગી : “હે ભગવન્! જીવો ભારેપણું શાથી પામે?' " મહ–હે જયંતિ! જીવો જીવહિંસાદિથી ભારે કર્મીપણું પામે છે. - જયંતી–હે ભગવન! જીવોનું ભવસિદ્ધિકપણું સ્વભાવથી છે કે પરિણામથી છે?
મહ–હે જયંતિ ! ભવસિદ્ધિક છો સ્વભાવથી છે, પણ પરિણામથી નથી. ' જયંતી–હે ભગવન ! જે સર્વે ભવસિદ્ધિક છે. સિદ્ધ થશે, તો આ લોક ભવસિદ્ધિક વોરહિત થશે ?
૧. વિગત માટે જુઓ આગળ પા, ૫૧.
૨. મોક્ષ પામવાને યોગ્ય હોવાપણું. જૈન દર્શન પ્રમાણે કેટલાક જ અભવ્ય છે. તેમનો કદી મોક્ષ થવાને નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org