Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ત્રાયસ્વિંશક દેવો મંત્રી અથવા પુરોહિતનું કામ કરનારા દેવો ત્રાયાભ્રંશ કહેવાય છે. ચાર દેવવર્ગોમાંથી વ્યંતર અને જ્યોતિક -વર્ગોમાં ત્રાયન્ટિંશ જાતિના દેવ નથી.
વાણિજ્યગ્રામ નગરને દૂતિપલાશ ચૈત્યમાં એક વખત ભગવાન મહાવીર પધાર્યા હતા, તે પ્રસંગની વાત છે. ધર્મકથાદિ પતી ગયા પછી ભગવાન મહાવીરના શ્યામહસ્તી નામના શિષ્ય ભગવાનના મેટા શિષ્ય ઇદ્રભૂતિ પાસે જઈને પૂછવા લાગ્યા :
પ્ર–હે ભગવન ! અસુરકુમારના ઈંદ્ર ચમરને ત્રાયશ્ચિંશક દેવ છે? ઉ૦ હા. તે દેવોનો સંબંધ આ પ્રમાણે છે : કાકંદી નગરીમાં જૂના કાળમાં પરસ્પર સહાય કરનારા તેત્રીશ શ્રમણોપાસક ગૃહસ્થ રહેતા હતા. તેઓ ધનિક, જીવાજીવને જાણનારા તથા પુણ્ય પાપના જ્ઞાતા હતા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org