Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતીસાર નામે ઉદ્યાન હતું. તે નગરમાં બેલ નામે રાજા હત; અને તેને પ્રભાવતી નામે રાણી હતી. તેને એક વખત સ્વપ્નમાં એવું દેખાયું કે જાણે કઈ સિંહ આકાશમાંથી ઉતરી તેના મુખમાં પ્રવેશ કરે છે. આવું સ્વપ્ન જોઈ તે જાગી ઊઠી, અને રાજાના શયનગૃહમાં આવીને તેણે તેને તે સ્વપ્નની વાત કહી સંભળાવી. રાજાએ આનંદિત થઈને તેને કહ્યું કે, એ સ્વપ્ન કોઈ તેજસ્વી પૂત્રનો જન્મ સુચવે છે. બીજે દિવસે રાજાએ સ્વપ્ન–લક્ષણ–પાઠકોને લાવી તેમને રાણીના સ્વપ્નનું ફળ નિશ્ચિત કરીને કહેવા જણાવ્યું. તેમણે કહ્યું :
હે દેવાનુપ્રિય! તીર્થકરની માતા કે ચક્રવર્તીની માતા જ્યારે તીર્થકર કે ચક્રવર્તી ગર્ભમાં આવી ઊપજે ત્યારે આ ચૌદ સ્વનેને જોઈને જાગે છેઃ હાથી, બળદ, સિંહ, લક્ષ્મીનો અભિષેક, પુષ્પમાળા, ચંદ્ર, સૂરજ, ધજા, કુંભ, પધસરોવર, સમુદ્ર, વિમાન અથવા ભવન, રત્નને ઢગલો અને અગ્નિ. વાસુદેવની માતાએ તેમાંથી કોઈ પણ સાત સ્વપ્નો જુએ છે. બલદેવની માતાએ કાઈ પણ ચારને, અને માંડલિક રાજાની માતાઓ કોઈ પણ એકને જુએ છે. માટે પ્રભાવતી રાણીને નવ માસ અને સાડાસાત દિવસ વીત્યા પછી કુલધ્વજ સમાન જે પુત્ર થશે, તે રાજ્યનો પતિ થશે અથવા ભાવિતાત્મા સાધુ થશે.
૧. જે તીર્થંકર દેવલોકથી આવીને ઊપજે તે વિમાન જુએ, અને નરકથી આવીને ઊપજે તો ભવન જુએ–ટીકા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org