Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૧૪
ભગવતી-સાર એક ઉસકાલ થાય છે અને સંખેય આવલિકાને એક નિકાસકાલ થાય છે. વ્યાધિરહિત એક જંતુને એક ઉસ અને એક નિ:શ્વાસ તે એક પ્રાણ કહેવાય. સાત પ્રાણ એટલે એક સ્તોક, સાત સ્તોકનો એક લવ; ૭૭ લવનું એક મુહૂર્ત : ૩૭૭૭ ઉ સનું એક મુહૂર્ત થાય એમ અનંત જ્ઞાનીઓએ કહ્યું છે; ત્રીશ મુદ્ર્તને એક અહોરાત્ર પંદર અહોરાત્રને પક્ષ ઇ. ૮૪ લાખ વર્ષ એટલે એક પૂર્વગ; ચોરાશી લાખ પૂર્વાગ એટલે એક પૂર્વ તે પ્રમાણે ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, દદૂઆગ, દદૂઆ, ઉત્પલાંગ, ઉત્પલ, પધ્રાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિઉરાંગ, અર્થનિકર, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ અને શીર્ષપ્રહેલિકા જાણવાં. ત્યાં સુધી ગણિત છે. ત્યાર બાદ સંખ્યા વડે નહિ પણ ઉપમા વડે જ કાળ જાણી શકાય છે.
તે ઔપમિક કાળ બે પ્રકાર છે : એક પલ્યોપમ; અને બીજે સાગરેપમ. પલ્યોપમનું વર્ણન આ પ્રમાણે છે :
સુતીણ શસ્ત્ર વડે પણ જેને છેદીદી ન શકાય તે પરમ અણુ; એવાં અનંત પરમાણુઓના સમુદાયના સમાગમ વડે એક ઉચલણશ્લેલ્શિકા થાય. તેવી આઠ મળે ત્યારે એક ગ્લશુક્લણિકા થયા; તેવી આઠને એક ઊર્ધ્વરેણુ, તેવા આઠનો એક ત્રસરેણુ, તેવાં આઠનો એક રથરેણુ, તથા તેવા આઠનો દેવકુરુ અને ઉત્તરકુરુના મનુષ્યને વાળને એક અગ્ર ભાગ થાય. તેવા આઠને હરિવર્ષ અને રમ્યકના મનુષ્યને એક વાલાચ; તેવા આકની હૈમવત અને ઐરાવતના મનુષ્યોનો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org