Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૧૦
શ્રીભગવતી-સાર ઉત્તર દિશા અને તેના લોકપાલ વૈશ્રમણ (કુબેર) મહારાજા સમજવા.
એ પ્રમાણે દિચક્રવાલ તપ કરતાં કરતાં તે રાજર્ષિને પ્રકૃતિની ભદ્રતાથી અને વિનીતતાથી આવરણભૂત કર્મોને ક્ષયોપશમ થતાં વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. તે વડે તે આ લોકમાં સાત દ્વીપો અને સાત સમુદ્ર જોઈ શક્યા. તે ઉપરથી તેમણે માન્યું કે, ત્યાર પછી ધીરે અને સમુદ્ર નથી.
તેમના એ જ્ઞાનની વાત હસ્તિનાપુરમાં બધે ફેલાઈ ગઈ તે અરસામાં મહાવીરસ્વામી ત્યાં આવ્યા. તેમના શિષ્ય ગૌતમે ભિક્ષા માગવા જતાં ગામમાં શિવરાજર્ષિએ જણાવેલી સાત જ દ્વીપ અને સમુદ્રોની વાત સાંભળી. આ ઉપરથી તેમણે પાછા આવ્યા બાદ મહાવીર ભગવાનને પૂછ્યું, કે હે ભગવન ! શિવરાજર્ષિ કહે છે તેમ સાત દ્વીપ અને સાત સમુદ્ર પછી કાંઈ નથી, એમ કેમ હોઈ શકે ?
ત્યારે મહાવીર ભગવાને જણુવ્યું, “હે ગૌતમ ! એ અસત્ય છે. હે આયુમન ! આ તિર્યલોકમાં સ્વયંભૂરમણ સમુદ્ર પર્યંત અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો કહ્યા છે.
આ વાત પણ બધે ફેલાઈ ગઈ. તે સાંભળી શિવરાજર્ષિ શંકિત, કાંક્ષિત, સંદિગ્ધ અને અનિશ્ચિત થયા, અને તેની સાથે જ તેમનું વિભંગ નામે અજ્ઞાન તરત જ નાશ પામ્યું. પછી તેમને વિચાર આવ્યો કે, મહાવીર
૧. સમ્યગ્દર્શન વિનાનાને (અજૈનને થતું અવધિજ્ઞાન વિર્ભાગજ્ઞાન કહેવાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org