Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર તો તે આત્મા અને પરલોકમાં હિતરૂપ, સુખરૂપ, કુશળરૂપ અને પરંપરાએ કલ્યાણરૂપ થશે. • માટે હે દેવાનુપ્રિય ! હું ઈચ્છું છું કે, આપની પાસે હું પ્રવજિત થાઉં, મુંડિત થાઉં, પ્રતિલેખનાદિ આચારક્રિયાઓ શીખું, તથા સૂત્ર અને તેના અર્થે ભણું. માટે હું ઇચ્છું છું કે તમે આચાર, વિનય, વિનયનું ફળ, ચારિત્ર, પિંડવિશુદ્ધિ (-રૂપ કરણ), સંયમમાત્રા અને સંયમના નિર્વાહક આહારના નિરૂપણને કહો. .
પછી બમણુભગવંત મહાવીરે પોતે જ તે પરિવ્રાજકને પ્રવાજિત કર્યો અને પોતે જ તેને ધર્મ કહ્યું કે, “હે દેવાનુપ્રિય! આ પ્રમાણે જવું, આ પ્રમાણે રહેવું, આ પ્રમાણે બેસવું, આ પ્રમાણે સૂવું, આ પ્રમાણે ખાવું, આ પ્રમાણે બેલવું, અને આ પ્રમાણે ઊઠીને પ્રાણ, ભૂત, જીવ તથા સ વિષે સંયમપૂર્વક વર્તવું તથા એ બાબતમાં જરા પણ આળસ ન રાખવી.”
આ પ્રમાણે સ્કંદક મુનિ ભગવાનનો ધાર્મિક ઉપદેશ સારી રીતે સ્વીકારી તેમની આજ્ઞા મુજબ ચાલવા લાગ્યા. તે ચાલવામાં, બોલવામાં, ખાનપાન લાવવામાં, પિતાને સરસામાન લેવા-મૂકવામાં, મલમૂત્ર તથા મુખ, કંઠ, અને નાકને મેલ વગેરે નિરુપયોગી વસ્તુઓ નાખી આવવામાં સાવધાન હતા; મન-વાણ-કાયાની ક્રિયાઓમાં સાવધાન હતા, તેમને વશ રાખનાર હતા, ઈદ્રિયનિગ્રહી હતા, ગુપ્ત
૧. અનુક્રમે ઈર્ષા, ભાષા, એષણ, આદાન-ભાંડ-માત્રનિક્ષેપણ, અને ઉચ્ચાર-પ્રસ્ત્રવણ,–ખેલ-સિંધાનક–પરિઝાપનિકા એ પાંચ સમિતિઓનાં વર્ણન છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org