Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
પ્રત્યાખ્યાન
૧૩૭ અમાવાસ્યાને દિવસે ચાર રંકને ઉપવાસ કરવો, કુપ્રવૃત્તિને ત્યાગ કરવો, બ્રહ્મચર્ય ધારણ કરવું, અને સ્નાનાદિ સંસ્કારને ત્યાગ કરવો તે “પોષાપવાસ;” અને સાધુઓને અન્નાદિ આપવાં તે “અતિથિસંવિભાગ.”
આ ઉપરાંત સૌથી છેલ્લી – મરણકાલે – સંલેખના – એટલે શરીર અને કષાયાદિને કૃશ કરનાર (ઉપવાસરૂ૫) તપવિશેષ તે “અપશ્ચિમ-મરણાન્તિક-સંખના.' આ સંલેખના દેશેત્તરગુણવાળાને શેત્તરગુણરૂપ અને સર્વોત્તરગુણવાળાને સર્વોત્તરગુણરૂપ છે; તો પણ દેશેત્તરગુણવાળાને પણ અંતે કરવા યોગ્ય છે.
[૧] ગૌ–હે ભગવન્! જીવો મૂલગુણ પ્રત્યાખ્યાની છે, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે કે અપ્રત્યાખ્યાની છે?
મહ–હે ગૌતમ! ત્રણ પ્રકારના છે. નારકો તેમ જ ચતુરિન્દ્રિય સુધીના છો અપ્રત્યાખ્યાની જ છે. પંચૅક્રિય . તિર્યંચ અને મનુષ્ય ત્રણ પ્રકારના છે; અને વાન વ્યંતર તિષ્ક અને વૈમાનિક અપ્રત્યાખ્યાની છે.
ગૌ-–તે ત્રણમાંથી કાણુ કોનાથી વિશેષાધિક છે?
મ– હે ગૌતમ! મૂલગુણ પ્રત્યાખ્યાની સૌથી છેડા છે; ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અસંખ્યગણ છે; અને અપ્રત્યાખ્યાની અનંતગણુ છે.
તિર્યમાં મૂલગુણ પ્રત્યાખ્યાની સર્વથી થડા છે; ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અસંખ્ય ગણે છે; અને અપ્રત્યાખ્યાની તેથી પણ અસંખ્યગણ છે.
૧. જે કે પંચદ્રિય તિર્યંચ અંશથી જ મૂલગુણપ્રત્યાખ્યાની છે; કારણ કે તેમનામાં સર્વવિરતિનો અભાવ છે. –ટીકા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org