Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
K
શ્રીભગવતી-સાર
બ્રાહ્મણ અને પરિવ્રાજક સબંધી નીતિશાસ્રા તથા દર્શનશાસ્ત્રામાં ઘણા ચતુર હતા.
તે જ નગરીમાં પિ'ગલ નામને મહાવીર ભગવાનને અનુયાયી નિગ્રંથ સાધુ રહેતા હતા. તેણે એક દિવસ સ્કંદક પાસે જઈને તેને આક્ષેપપૂર્વક પૂછ્યું': હે માગધ ! શું લેક અતવાળા છે કે અંત વિનાના છે ? જીવ અંતવાળા છે કે અંત વિનાને છે ? સિદ્ધિ અંતવાળી છે કે અંત વિનાની છે ? સિદ્ધો અંતવાળા છે કે અંત વિનાના છે? તથા કયા મરણ વડે મરતા જીવ વધે અથવા ઘટે, અર્થાત જીવ કેવી રીતે મરે તે તેને સંસાર વધે અથવા ઘટે ?
આ પ્રશ્નો સાંભળી સ્કંદકને શ’કા, કાંક્ષા અને અવિશ્વાસ ઉત્પન્ન થતાં તેની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ, અને તે બહુ ફ્લેશ પામ્યા. તથા કાંઈ જવાબ ન આપી શકવાથી મૌન રહ્યો.
તે અરસામાં નજીકમાં આવેલી કૃતગલા નગરીની બહાર છત્રપલાશક ચૈત્યમાં શ્રીમહાવીર ભગવાન પધાર્યાં. તે જાણી લેાકા તેમનાં દર્શને ઊમટવા. દક પણ ત્યાં જવાને વિચાર આવ્યા. તેથી પેાતાના ત્રિદંડ, કુડી ( કમડલ ), રુદ્રાક્ષની માલા (કાંચનિકા), કરેટિકા (માટીનું પાત્ર), ભૂશિકા (આસન), કૅરિકા (લૂછણિયું), ષડ્ડાલક (ત્રિગડી), અંકુશક,ર
૧. પ્રશ્નના ઉત્તર શું આ હશે કે તે, તથા તેને જવાબ હું શી રીતે નિશ્ચિત કરું એ કાંક્ષા; અને મારા જવાબથી પૂછનારને પ્રતીતિ થશે કે કેમ એ, વિશ્વાસ.
૨. વૃક્ષ ઉપરથી પાંદડાં લેવાનું સાધન,
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org