Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૫૨
શ્રીભગવતીન્સાર કોઈ એક દ્રવ્યનું અવલંબન લઈ, ધ્યાન કરવામાં આવે, તથા તે દરમ્યાન તે દ્રવ્યના કેઈ એક પરિણામ ઉપર સ્થિર ન રહેતાં, તેનાં વિવિધ પરિણમે (“પૃથફ') ચિત્તમાં લાવ્યા કરે; તથા કઈ વાર દ્રવ્ય ઉપરથી પરિણામ ઉપર, કે પરિણામ ઉપરથી દ્રવ્ય ઉપર આવે; દ્રવ્ય ઉપરથી તેના વાચક શબ્દ ઉપર, કે શબ્દ ઉપરથી દ્રવ્ય ઉપર આવે; તેમ જ મન-વાણી-કાયા એ ત્રણના વ્યાપારોમાં કોઈ એક ઉપર સ્થિર રહેવાને બદલે વારંવાર સંક્રમણ કર્યા કરે (“વિચાર”), તે.
(એકત્વ-વિતર્ક-અવિચાર – એટલે કે જેમાં દ્રવ્યના કોઈ એક પરિણામ ઉપર જ નિશ્ચલ થવામાં આવે છે, તથા શબ્દ અર્થના ચિંતનનું કે, મન-વાણ-કાયાને વ્યાપારનું કશું પરિવર્તન કરવામાં નથી આવતું.
(૩) સૂક્ષ્મક્રિયા-અનિવૃત્તિ – એટલે કે જેમાં મન અને વચનના વ્યાપારને સર્વથા રોધ કરવાથી અને કાયવ્યાપારોમાંના સ્થલ કાયવ્યાપારોને રેધ કરેલે હાઈ, જેમાંથી પાછું પડાતું નથી.
(૩) સમુચ્છિન્નક્રય-અનિવૃત્તિ – એટલે કે જેમાં ભૂલસૂમ બધા વ્યાપારોનો સર્વથા નિરોધ કરેલો હોઈ કાયિકી આદિ ક્રિયાઓને સર્વથા ઉચ્છેદ થયે હોય છે તે. શુકલધ્યાનનાં ચાર લક્ષણે છે: ક્ષમા, નિઃસ્પૃહતા, આર્જવ – સરલતા, અને માર્દવ – માનત્યાગ. શુકલધ્યાનનાં ચાર આલંબન છે : અવ્યથા – ભયને અભાવ, અસંમેહ, વિવેક – શરીર આત્માની ભિન્નતા, અને વ્યુત્સર્ગ–અસંગપણું (ત્યાગ). શુકલધ્યાનની ચાર ભાવનાઓ છેઃ સંસારના અનંતવૃત્તિપણે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org