Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
કેટલીક વ્યાખ્યાઓ
પરિવહ ગૌ–હે ભગવન્! કેટલા પરિષહે કહ્યા છે?
ભ૦–હે ગૌતમ! પરિષહો ૨૨ છેઃ સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દશ-મસક (ડાંસ-મચ્છર), નગ્નતા, અરતિ, (કંટાળો),
સ્ત્રી, ચર્યા (ગામેગામ પગપાળા ફરવું તે), નૈષેલિકી (સ્મશાન વગેરે સ્વાધ્યાય, ધ્યાન ઈનાં સ્થાન), શય્યા, આક્રોશ (તિરસ્કાર ), વધ (ભાર), યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, જલ્લ (મળ), સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, જ્ઞાન, અને દર્શન (શ્રદ્ધા).
આ બધી સાધકના માર્ગમાં આવતી મુશ્કેલીઓ છે.
તે બાવીસે પરિષહનો ચાર કર્મપ્રકૃતિમાં સમાવેશ થાય છે. તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય, વેદનીય, મેહનીય અને અંતરાય.
તેમાં જ્ઞાનાવરણીયકર્મમાં પ્રજ્ઞા અને જ્ઞાન એ બે પરિષહનો સમાવેશ થાય છે. પ્રજ્ઞાનો અભાવ, તેમ જ જ્ઞાનને અભાવ જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી જ થાય છે.
વેદનીયકર્મમાં સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમસક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલપરિષહ એ અગિયારને સમાવેશ થાય છે.
દર્શનમેહનીય કર્મમાં દર્શનપરિષહ એકલાને સમાવેશ થાય છે.
પ્રજ્ઞા અને જ્ઞાનને બદલે
૧. ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨. માં જ્ઞાન અને અજ્ઞાન એ બે છે.
૧૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org