Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી સાર ભ૦–હે ગૌતમ! પ્રતિસેવના દશ પ્રકારની કહી છે?
૧. દર્પ—અહંકારથી થતી; ૨. પ્રમાદથી થતી, ૩, અનાભાગ-અજ્ઞાનથી થતી; ૪. આતુરતા એટલે કે ભૂખતરસનું વ્યાકુળપણું, – તેને લીધે થતી; ૫. આપત્તિથી થતી; ૬. સંકીર્ણતા – સંકડાશથી થતી; ૭. સહસાકાર - આકસ્મિક ક્રિયાથી થતી; ૮. ભયથી થતી; ૯. પ્રદેષ – ક્રોધાદિ કષાયથી થતી; અને ૧૦. વિમર્શ – શિક્ષકદિની પરીક્ષા કરવાથી થતી.
થયેલા દોષની ગુરુ આગળ નિખાલસ કબૂલાત કરવી જોઈએ. તે આચનાના નીચે પ્રમાણે દશ દોષો છેઃ
૧. ગુરુને પ્રસન્ન કરીશું તો સહેલું પ્રાયશ્ચિત્ત આપશે એમ માની સેવાદિથી તેમને પ્રસન્ન કરી પછી તેમની પાસે દેષની આચના કરવી. ૨. તદ્દન નાને અપરાધ જણાવવાથી આચાર્ય થવું પ્રાયશ્ચિત્ત આપશે એમ અનુમાન કરી પિતાના અપરાધનું સ્વતઃ આલોચન કરવું. ૩. જે અપરાધ આચાર્યાદિક જે હોય તેનું જ આલોચન કરવું. છે. માત્ર મોટા અતિચારેનું જ આલોચન કરવું. પ. “જે મૂક્ષ્મ અતિચારેનું આલોચન કરે, તે પૂલનું કેમ ન કરે', એવો આચાર્યને વિશ્વાસ ઉત્પન્ન કરવાં સૂક્ષ્મ સૂક્ષ્મ અતિચારેનું આલોચન કરવું. ૬. ઘણી શરમ આવવાને
૧. મદ્યપાન, વિષયભોગ, કષાય, નિદ્રા અને વિકથારૂપ.
૨. નિર્દોષ અનાદિ ન મળવાં, જંગલ વગેરે સ્થળમાં આવી પડવું, દુકાળ પડવો, અને રોગીપણું. - ૩, જેવા સિવાય પગ મૂકી પછી જુએ, તો તે પગને પાછો ન વાળી શકે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org