Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
આલોચના, પ્રાયશ્ચિત્ત અને ૫ ૧૩ લીધે કોઈ ને સાંભળે તેમ આલોચન કરવું. ૭. બીજાને સંભળાવવા ખૂબ જોરથી બોલીને આલોચન કરવું. ૮. એક જ અતિચારની ઘણું ગુરુએ આગળ આલોચના કરવી. ૯. વિધિ ન જાણુતા (અગીતાર્થ ) ગુરુ પાસે આલોચના કરવી. ૧૦. જે દોષનું આલોચન કરવાનું હોય તે દેષ સેવનાર આચાર્ય પાસે તેનું આલેચન કરવું. - નીચેના દશ ગુણવાળે પિતાના દેશની કબૂલાત કરવાને ચોગ્ય છેઃ ૧. ઉત્તમ જાતિવાળે (કારણ કે જાતિવાન પુરુષ પ્રાયઃ અકૃત્ય કરે જ નહીં; અને કર્યું હોય તેની ભલે પ્રકારે આલોચના કરે.) ૨. ઉત્તમ કુળવાળા (અંગીકૃત પ્રાયશ્ચિત્ત બરાબર કરે તે માટે.) ૩. વિનયવાન. ૪. જ્ઞાનવાન ( કૃત્યાકૃત્ય વિભાગને જાણે તે માટે.) ૫. દર્શનસંપન્ન (પ્રાયશ્ચિત્તથી થતી શુદ્ધિમાં શ્રદ્ધાવાળા.) ૬. ચારિત્રસંપન્ન. છે. ક્ષમાવાળા (ગુરુને ઠપકે સહન કરે માટે.) ૮. દાન્ત (ઇન્દ્રિયને વશ રાખવાની ટેવવાળે.) ૯. અમાયી (કપટરહિત.) ૧૦. અપશ્ચાત્તાપી (આલોચના લીધા પછી પસ્તાવો ન કરનારો.)
નીચેના આઠ ગુણ વાળો સાધુ આલોચના આપવાને યોગ્ય છેઃ ૧. આચારવાન (જ્ઞાનાદિ આચારવાળે). ૨. આધારવાન (જણાવેલ અતિચારેને મનમાં ધારણ કરનારે). ૩. વ્યવહારવાન (આગમ મુતાદિ પાંચ પ્રકારના વ્યવહારવાળે). ૪. અપથ્રીડક (શિષ્યની શરમ દૂર કરાવનાર). ૫. પ્રફુર્વક પ્રાયશ્ચિત્ત આપીને અતિચારેની શુદ્ધિ કરાવવાને સમર્થ).
૧. જુઓ આ પછીનું પ્રકરણ ૧૪ મું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org