Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શીભગવતી સાથે ૬. અપરિસ્ત્રાવી (જણાવેલ અતિચારને બીજાને નહિ સંભળાવનાર). ૭. નિયપક (અસમર્થ શિષ્યને ધીમે ધીમે આપેલું પ્રાયશ્ચિત્ત પાર કરાવનાર) ૮. અપાયદશી (આલેચના નહિ લેવામાં પરલોકનો ભય દેખાડનાર).
સાધુની “સમાચાર – સમ્યફઆચાર દશપ્રકારે કહેલ છેઃ ૧. ઇચ્છાકાર – એટલે કે અન્ય સાધુને કોઈ કાર્ય માટે વિનંતિ કરવાની હોય અને તે કબૂલ કરે તો બંનેએ ઈછાકાર કહેવો તે. (એટલે કે તમારી મરજી હોય તે કરે, તથા તમારી મરજી હોય તો કરું, એમ કહેવું, તે.) ૨. મિથ્થાકાર – પોતાનાથી વિપરીત આચરણ થઈ જાય, તો “એ દુકૃત મિથ્યા થાઓ એમ સમજી મિયાકાર કહે છે. ૩. તથાકાર-ગુરુએ આપેલા ઉત્તરને “તમે કહેલું બરાબર છે” એમ કહેવું છે. ૪. આવસ્વિકા – અપાસરામાંથી બહાર આવશ્યક કાર્ય નિમિત્તે જ જવું તે. ૫. બહારથી પાછા અપાસરામાં પ્રવેશ કરતાં (કુપ્રવૃત્તિઓનો નિષેધ કરતાં) “નૈધિકી' કહેવું તે. ૬. આપૃચ્છના – અભીષ્ટ કાર્યમાં પ્રવૃત્તિ કરતા પહેલાં ગુરુને પૂછવું તે. ૭. પ્રતિપૃચ્છના – ગુરુએ પૂર્વે નિષિદ્ધ કરેલ કાર્યમાં પ્રજનવશાત પ્રવૃત્તિ કરવી પડે, તે ફરી પૂછવું તે. ૮. છંદના – પોતે આણેલાં અન્નપાનાદિમાં બાકીના સાધુઓને આમંત્રણ કરવું તે. ૯. નિમંત્રણ – આહાર લાવવા માટે સાધુઓને નિમંત્રણ કરવું, કે “તમારે માટે આહારાદિ લાવું?'–તે. ૧૦. ઉપસં૫૬ – જ્ઞાનાદિ નિમિત્તે સ્વગાદિને ત્યાગ કરી, વિશિષ્ટ શાસ્ત્રજ્ઞાન યુક્ત ગુરુને આશ્રય કરવો તે
• સરખા ઉત્તરાધ્યયન અ. ૨૧, ૧-૭. ત્યાં નિમંત્રણને બદલે મિથ્યાાર છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org