Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર ઉપરની ચાર ઉપરાંત પ્રાણાતિપાત ક્રિયા મળીને પાંચ ક્રિયા વાળો થાય છે.
ગૌ૦–હે ભગવન્! કોઈ પુરુષ વન-જંગલમાં તરણાં ભેગાં કરી, તેમાં આગ મૂકે, તો તે કેટલી ક્રિયાઓ વાળો કહેવાય ?
મ–હે ગૌતમ ! જ્યાં સુધી તરણાંને ભેગાં કરે, ત્યાં સુધી તે ત્રણ ક્રિયાઓવાળો છે; આગ મૂકે ત્યારે ચાર ક્રિયાઓવાળે છે અને બાળે ત્યારે પાંચ ક્રિયાઓવાળા થાય છે.
ગૌ હે ભગવાન! હરણથી આજીવિકા ચલાવનાર શિકારી વન-જંગલમાં કોઈ હરણને મારવા બાણ ફેકે, તે તે કેટલી ક્રિયાઓ વાળા થાય ?
મહ–હે ગૌતમ! જ્યાં સુધી તે બાણ ફેકે છે, ત્યાં સુધી તે ત્રણ ક્રિયા વાળો છે; મૃગને વધે છે, ત્યાં સુધી ચાર ક્રિયાવાળો છે; અને મૃગને મારે છે, ત્યારે પાંચ ક્રિયાવાળો થાય છે.
ગૌ–કોઈ પારધી મૃગને મારવા બાણ ધનુષ્ય ઉપર ચડાવી કાન સુધી ખેંચે, તેવામાં તેનો શત્રુ આવી તેનું માથું તરવારથી કાપી નાખે; પરંતુ પેલું બાણ છટકી પેલા મૃગને વીધે, તે પેલા શત્રુને મૃગની હત્યા પણ લાગે કે પારધીની જ?
મ–મૃગની હત્યા પેલા પારધીને જ લાગે છે; પેલા શત્રુને તે પારધીની જ હત્યા લાગે. કારણ કે, “જે વસ્તુ
૧. વધ કરવારૂપી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org