Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શીલાવતી-રસાર છોને પણ ચાર; ધનુષ્યની પીઠ, દેરી અને નારૂને ચાર; પરંતુ બાણ, શર, પત્ર, ફલ અને નારુને પાંચ ક્રિયાઓ લાગે છે, તથા તે નીચે પડતા બાણુના અવગ્રહમાં જે જ છે, તે જીવોને પણ પાંચ ક્રિયાઓ લાગે છે.
શતક ૫, ઉ. ૬
૧. ભાંગવા ફેડવા અને ઘાત કરવામાં સ્વયં રત રહેવું, અને બીજાની એવી પ્રવૃત્તિ જોઈ ખુશ થવું, તે “આરંભ ક્રિયા'; ૨. જે ક્રિયા પરિગ્રહનો નાશ ન થવા દેવાને માટે કરવામાં આવે તે “પારિગ્રહિકી'; ૭. જ્ઞાન-દર્શન આદિ બાબતમાં
૧ ટેકો-આધાર.
૨. ટીકામાંથી : શંકા–જે જીવના શરીરનાં ધનુષ્યાદિ બન્યાં છે તે જીવને પણ ક્રિયાઓ લાગે, તો સિદ્ધ – મુક્ત જીવોનાં શરીરથી પણુ જગતમાં કાંઈ હિંસાદિ થતી હશે; તો તેમને પણ પાપકર્મ લાગવાનો પ્રસંગ આવશે; વળી, પાત્ર, દંડ વગેરે પદાર્થો જીવરક્ષાના હેતુરૂપ હેવાથી, તે પદાર્થો જે જીવના શરીરથી બનેલા છે, તે જીવને પુણ્ય કર્મ પણ પ્રાપ્ત થવું જોઈએ.
સમાધાન-કર્મ બંધ હંમેશાં અવિરત પરિણામથી (એટલે કે પાપ વ્યાપારમાંથી ન વિરમવાથી) થાય છે. જ્યાં સુધી જીવે પ્રતિજ્ઞા પૂર્વક હિંસાદિને ત્યાગ નથી કર્યો, ત્યાં સુધી તેના શરીરાદિથી અથવા તેણે રચેલ વસ્તુ વગેરેથી થતાં પાપ તેને લાગતાં જ રહેવાનાં; પરંતુ સિદ્ધોને તે અવિરત પરિણામ ન હોવાથી તેમને કર્મ બંધ નથી થતે; વળી પાત્ર વગેરે જેમના શરીરથી બનેલાં છે, તે છોમાં પુણ્યબંધનું કારણ વિવેક વગેરે ન હોવાથી તેમને પુણ્યબંધ નથી થતો. વધુ માટે જુઓ આ માળાનું “શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન’ પુસ્તક, પા. ૧૧૨.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org