Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતીસાર હોય. તે જ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ સાથે પણ જાણવું. નિગ્રંથ અને સ્નાતકથી તે તે હીન જ છે.
પ્રતિસેવનાકુશીલનું પણ બકુશ પ્રમાણે જ જાણવું.
કષાયકુશીલનું પણ એ પ્રમાણે જ જાણવું; પરંતુ પુલાક કરતાં બકુશ અધિક જ કહ્યો હતો, તેને બદલે કષાયકુશીલને હીન, તુલ્ય, અને અધિક કહેવો. હીન હોય ત્યારે જ સ્થાન પતિત હોય.
નિર્મથ, પુલાકથી માંડીને કષાયકુશીલના ચારિત્રપર્યાની અપેક્ષાએ અનંતગણે અધિક છે; પરંતુ અન્ય નિગ્રંથના સજાતીય ચારિત્રપર્યાની અપેક્ષાએ તુલ્ય છે. એ પ્રમાણે સ્નાતકની અપેક્ષાએ પણ જાણવું.
તે પ્રમાણે સ્નાતકનું પણ જાણવું.
પુલાક અને કાર્યકુશીલના જઘન્ય (ઓછામાં ઓછી) ચારિત્રપર્યવો પરસ્પર તુલ્ય છે અને સૌથી થડા છે; તેથી પુલાકના ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) ચારિત્રપર્ય અનંતગણું છે. તેથી બકુશ અને પ્રતિસેવનાકુશીલના જઘન્ય ચારિત્રપર્ય અનંતગણુ છે અને પરસ્પર તુલ્ય છે. તેથી બકુશના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગણું છે. તેથી પ્રતિસેવનાકુશીલના ઉત્કૃષ્ટ ચારિત્રપર્ય અનંતગણ છે. તેથી કવાયકુશીલના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગણું છે. તેથી નિગ્રંથ અને સ્નાતક એ બંનેને નહીં જઘન્ય–નહીં ઉત્કૃષ્ટ એવા ચારિત્રપર્યા અનંતગણ અને પરસ્પર તુલ્ય છે.
૧૫. પુલાકથી નિગ્રંથ સુધીના કાય-મન-વચનના યોગ- વ્યાપાર યુક્ત છે, પરંતુ સ્નાતક તો સગી હોય તેમ જ અાગી પણ હોય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org