Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૯૧
સાધુ-ટિપણે તત્કાળ નિગ્રંથપણું પામતા એક સમયે કદાચ હોય કે ન હોય. હોય તે ઓછામાં ઓછા એક, બે અને ત્રણ હોય અને વધારેમાં વધારે એકસોને આઠ ક્ષેપક શ્રેણુવાળા અને ૫૪ ઉપશમશ્રણવાળા મળીને ૧૬૨ હોય. પૂર્વે નિગ્રંથપણું પામેલા એક સમયે કદાચ હોય કે ન હોય. હોય તે ઓછામાં ઓછો એક, બે કે ત્રણ હોય અને વધારેમાં વધારે બસોથી નવસો સુધી હોય.
એક સમયે તત્કાળ સ્નાતકપણું પામનારા કદાચ હોય કે ન હોય. હોય તો ઓછામાં ઓછા એક, બે અને ત્રણ હોય અને વધારેમાં વધારે આઠ હોય. પૂર્વે સ્નાતકપણું પામેલા એક સમયે ઓછામાં ઓછા અને વધારેમાં વધારે બે કરોડથી નવ કરોડ સુધી હોય. .
૩ર. નિગ્રંથ સૌથી થોડા છે; તે કરતાં પુલાકે સંખ્યાતગુણ છે; તેથી સ્નાતકે સંખ્યાત ગુણ છે; તેથી બકુશ સંખ્યાત ગુણ છે; તેથી પ્રતિસેવનાકુશીલ સંખ્યાતગુણ છે; અને તેથી કષાયકુશીલ સંખ્યાત ગુણ છે.
– શતક ૨૫, ઉદ્દે ૬ ટિ૫ણ ન ૨:
દશ કલ્પ આ પ્રમાણે છે:
૧. આચેલક્ય. (નમ્રતા. પહેલા અને છેલ્લા તીર્થકરના સમયમાં વેત વસ્ત્રની છૂટ હોય છે.)
૧. બકુશ અને પ્રતિસેવનાકુશીલ બંનેનું પ્રમાણ આગળ બેથી નવ કોટીશત કહેલું છે. ત્યાં બકુશનું બે-ત્રણ કટીશતરૂપ જાણવું અને પ્રતિસેવનાકુશીલનું ચાર – છ શતરૂપ જાણવું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org