Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૭૦
શ્રીભગવતી-સાર તીર્થકરના સમયમાં આવશ્યક હોય છે (સ્થિતકલ્પ). મધ્યમ બાવીસ તીર્થંકરના સાધુઓને તે આચારોનું પાલન આવશ્યક નથી (અતિકલ્પ). પુલાકથી માંડીને સ્નાતક સુધીના વર્ગો સ્થિતકલ્પમાં પણ હોય અને અતિકલ્પમાં પણ હોય. જિનકલ્પ, સ્થવિરકલ્પ અને કલ્પાતીતતાની અપેક્ષાએ વિચારીએ તો પુલાક સ્થવિરકલ્પમાં હોય; બકુશ જિનકલ્પ અને સ્થવિરકલ્પમાં હેય; પ્રતિસેવનાકુશીલનું પણ તેમ જ જાણવું; કષાયકુશીલ જિનકલ્પમાં હોય, સ્થવિરકલ્પમાં હોય અને કલ્પાતીત પણ હોય. નિગ્રંથ અને સ્નાતક કલ્પાતીત જ હોય.
૪. સંયમ અથવા ચારિત્રના પાંચ પ્રકાર છે? જે પહેલવહેલી મુનિદીક્ષા લેવામાં આવે છે તે “સામાયિક સંયમ,’ પ્રથમ દીક્ષા લીધા બાદ શાસ્ત્રાભ્યાસ બાદ વિશેષ શુદ્ધિ ખાતર કે લીધેલી દીક્ષામાં દોષાપત્તિ થવાથી તેને છેદ કરી જે નવેસર દીક્ષા આપવામાં આવે તે છેદો પસ્થાપન સંયમ અમુક ખાસ તપ કરવા ગચ્છનો પરિહાર - ત્યાગ કરી વિશુદ્ધિ પ્રાપ્ત કરવારૂપ “પરિહારવિશુદ્ધિ ચારિત્ર'; જેમાં ક્રોધાદિ કષાયો ઉદયમાન ન હોય, પણ લેભનો અંશ અતિ સૂક્ષ્મપણે હોય તે “સૂક્ષ્મસં૫રાય ચારિત્ર'; તથા જેમાં કોઈ પણ કપાય ઉદયમાન નથી જ હોતો તે “યથાખ્યાત ચારિત્ર' પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ સામાયિક અને છેદપસ્થાનીયમાં હોય; કવાયકુશલ યથાખ્યાત સિવાયના સંયમમાં હોય; તથા નિગ્રંથ અને સ્નાતક યથાખ્યાત સંયમમાં હાય.
૧. જિનકલ્પ એ ઉત્કૃષ્ટ અતિ કડક આચાર છે. ૨. તેના સ્વરૂપ માટે જુઓ આગળ પા. 4 નોંધ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org