________________ આદર્શ મુનિ - 25 12th centuries. Further south, in the Deccan, and the Tamil countries, Jainism was for centuries a great and ruling power in regions where it is now almost unknown." ' અર્થાતુ-અધખોળનું ક્ષેત્ર ઘણું જ વિશાળ છે. આધુનિક સમયમાં જૈન ધર્માનુયાયીઓ મુખ્યત્વે રાજપૂતાના અને પશ્ચિમ હિંદમાં માલૂમ પડે છે, પરંતુ સદાકાળ એમ ન હતું. પ્રાચીનકાળમાં મહાવીરનો આ ધર્મ અત્યારના કરતાં ઘણોજ વધારે પ્રચલિત હતો. ઉદાહરણ તરીકે ઈસુની સાતમી સદીમાં આ ધર્મના અનુયાયીઓ વૈશાલી તથા પૂર્વ બંગાળામાં સંખ્યાબંધ હતા, કે જ્યાં અત્યારે નજીવી સંખ્યામાં છે. મેં પિતે બુન્દલખંડમાં અગીઆરમી તથા બારમી સદી લગભગમાં ત્યાં જૈનધર્મનો પ્રચાર હતા, તેના પુષ્કળ પુરાવા મેળવ્યા છે. દક્ષિણ તરફ આગળ ધપીએ તે જે તામિલ તથા દ્રાવિડ દેશમાં સૈકાઓ સુધી જૈનધર્મનું શાસન હતું, ત્યાં આજે તે મોટે ભાગે અજ્ઞાત જેવું થઈ ગયું છે.” ઉપર કેટલાક દેશી તથા પરદેશી વિદ્વાનોના અભિપ્રાય તથા કેટલાક અગત્યના અતિશય પ્રાચીન લેખને ટુંક પરિચય કરાવ્યું છે, કે જેમણે જૈન ઈતિહાસ તથા તેની પ્રાચીનતા ઉપર વિશેષ પ્રકાશ પાડી તેના અભ્યાસ માટે એક નવયુગની શરૂઆત કરી છે. તેના સિવાય વિવિધ સ્થળામાં જુદા જુદા સમયના સેંકડે નહિ પરંતુ હજારે એવા જૈન-લેખ તથા બીજાં જૈન-સ્મારક મળ્યાં છે કે જેની મારફતે પ્રાચીન કાળમાં જૈનધર્મના પ્રભાવ તથા પ્રચાર વિષે જાણવાનું મળે છે. તે સિદ્ધ કરે છે કે જૈનધર્મને