________________ 54 - > આદર્શ મુનિ. છે. રાજા તથા પ્રજાના તે સન્માનને પાત્ર છે, તેમના ખજાનામાં એટલું બધું દ્રવ્ય છે, કે તેની ગણત્રી કરવી મુશ્કેલ છે. વિશેષ શું કહું? પરંતુ તેમના ખજાના આગળ મહારાજાધિરાજને ખજાને પણ કંઈ વિસાતમાં નથી. મારું પહેલાનું નામ ગુણસુંદર હતું. એક ધનપતિના પુત્રનું જે રીતે લાલનપાલન થવું જોઈએ, તે રીતે વૈભવશાળી પિતાને ત્યાં બાલ્યાવસ્થામાં મારું થયું છે. વિદ્યાગ્રહણ કરીને પાવરધા થયા બાદ એક ઉચ્ચ કુળની ખુબસુરત કન્યા સાથે મારું લગ્ન કરવામાં આવ્યું. તે સમયને મારે સારેયે જીવન-કાળ ખેલવા કૂદવામાં અને ભોગ વિલાસ ભોગવવામાં વ્યતીત થતો. દુઃખ અને સંકટ શું ચીજ છે, તે કદાપિ મારા લક્ષમાં પણ આવ્યું હતું. મારાં બીજાં પણ ભાઈ બહેન હતાં. તે સઘળાંનો મારા ઉપર અત્યંત સ્નેહ હતો. કઈ પણ વાતમાં તે મને સહેજે ઓછું આવવા દેતાં નહિ. મારી યુવાવસ્થામાં મારે એક યુવાન સાથે મિત્રાચારી થઈ. અમારા બંને વચ્ચે સાચે સ્નેહ હતું, અને અવકાશ મળતાં વિનોદજનક વાતો કરી મનેરંજન કરતા. મારો મિત્ર મારી સાથે મોટે ભાગે વૈરાગ્યની વાતો કરતે, અને કહ્યા કરતે કે સારાયે સંસારના સંબંધીઓ સ્વાર્થવૃત્તિવાળા હોય છે. તે સાંભળી હું તેનું ખંડન કરતો, અને મારું પિતાનું ઉદાહરણ આપી તેને સમજાવતો કે મારા માતા પિતા તથા પત્ની વિગેરે મારા ઉપર એટલો બધો પ્રેમ રાખે છે કે તેઓ મને પિતાની આંખ આગળથી એક પળવાર પણ દૂર થવા