________________ આદર્શ મુનિ. 43 કાર” નામનાં પુસ્તકની એક નકલ કુમારશ્રીનાં હાથમાં અહીં મળી હતી. તે ઉપરથી તેઓએ પૂછયું કે, જેઓએ ઉદયપુરમાં ઉપકાર કર્યો છે, શું તેજ મહારાજશ્રી અહીં પધાર્યા હતા? તેના જવાબમાં કહેવામાં આવ્યું કે “મુનિશ્રી આજે જ અહીંથી વિહાર કરી ગયા છે. ત્યાંથી મહારાજશ્રી નાનાં મોટાં અનેક ગામેએ ફરતા ફરતા કુચેરે પધાર્યા. તે વખતે ત્યાં પંડિત મુનિશ્રી જોરાવરમલજી મહારાજ વગેરે આઠ ઠાણા વિરાજમાન હતા. તેઓશ્રીને ચરિત્રનાયક સાથે અત્યુત્તમ પ્રેમ દેખાઈ આવતો હતો. લગભગ એ જ અરસામાં તપસ્વી શ્રી બાલચંદ્રજી મહારાજનાં સ્વર્ગગમનના સમાચાર મળ્યા હતા. તે સાંભળીને મહારાજશ્રી તેમજ બીજા મુનિઓને ભારે ખેદ થયે હતો. ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી મેડતા પધાર્યા હતા.