________________ આદર્શ મુનિ. 461 દયા, પિષધ તથા તપસ્યા વિગેરે પુષ્કળ થયાં. કસાઈઓના હાથમાં પહોંચી જનાર હજારો રૂપીઆની કિમતના જીવોને અભયદાન અપાવવામાં આવ્યું. સંવત્સરીને દિવસે સાયંકાળે પ્રતિકમણમાં આવેલી જનમેદની જોઈ આબાલવૃધ્ધ કહેતા હતા કે “આ દશ્ય તો ખરેખર અપૂવે છે. એક સ્થળે લગભગ 5000 માણસેએ એકત્રિત થઈ અત્યંત શાન્તિપૂર્વક પ્રતિકમણ કર્યું, એ કંઈ જેવી તેવી વાત ન કહેવાય ઈત્યાદિ.” તપ સ્થાની સમાપ્તિને દિવસે બહારગામથી લગભગ ૧૦૦૦-૧૨૦૦ની સંખ્યામાં ભાવિકજને આવ્યા હતા. તે વખતે પણ ત્યાગ, પછખાણ તથા જીવદયા ખૂબ થયાં. અત્રેના ધર્મપ્રેમી અને હીરાના શાહ વેપારી ઝવેરી સુરજમલ લલ્લુભાઈ જેઓ સાચા પ્રેમી, નવકાર મંત્રના પ્રખર ઉપાસક, નિંદાના જબરદસ્ત વિરોધક અને હંમેશા અમુક વખત મૌન સેવે છે. તેઓ વારંવાર મહારાજશ્રીનાં દર્શને પધારતા હતા. એક વખતે તેઓ મુંબઈના પ્રખ્યાત ડોકટર નાઈડકર જેઓ બદ્ધધર્મના અગ્રણી છે, તેમને મહારાજશ્રીનાં દર્શને તેડી લાવ્યા હતા. તેમણે મહારાજશ્રી સાથે કેટલીક ધાર્મિક ચર્ચા કર્યા બાદ પિતાનો અત્યંત સંતેષ પ્રગટ કરતાં, મહારાજશ્રીની ખૂબ તારીફ કરી હતી. આ ઉપરાંત મહા ગુજરાતમાં ભિક્ષુકરાજના માનદ ઉપનામથી વિભૂષિત પ્રખર દેશભક્ત શ્રીમાન મણલાલ કઠારી પણ મહારાજશ્રીનું વ્યાખ્યાન શ્રવણ કરવા આવેલા. વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ તેમણે પ્રસન્ન ચિત્ત પિતાની અજબ વકતૃત્વ શક્તિથી મહારાજશ્રીની ખૂબ પ્રશંસા કરી. તા. ૧૨-૧૧-૩૧ને દિવસે મુંબઈ નગરીના આગેવાન દેશભક્ત વીર નરીમાન મુનિશ્રીને મળ્યા. તા. ૧૫-૧૧-૩૧ને