________________ કર > આદર્શ મુનિ. આનું કારણ એ છે કે વ્યાખ્યાન આપતી વખતે તેઓશ્રી કઈ પણ મતનું ખંડન કરતા નથી. તેઓશ્રીના પ્રત્યેક શબ્દમાં પ્રેમ નીતરતો હોય છે. તેઓશ્રી પિતાના ગંભીર વિચારેને મીઠા શબ્દોથી અલંકરી અત્યંત સરળતાથી સઘળાના હૃદયગ્રાહી બનાવે છે. તેઓશ્રી એમ કહે છે કે મનુષ્ય ધર્મ સંબંધી ઝઘડા તથા મતમતાંતરેની મોહક જાળમાં ફસાયા સિવાય પરબ્રહ્મ પરમાત્માની સાચા હૃદયથી ઉપાસના કરી, પિતાના જીવનસંગ્રામમાં સફળતા પ્રાપ્ત કરવી જોઈએ. તથા ધર્મના અતિ ઉચ્ચ ઉદ્દેશ આત્મરક્ષા તથા લોકસેવામાં પ્રવૃત્ત થવું જોઈએ. દીન દુઃખીઓનાં દુઃખ તથા દારિદ્રયનું નિવારણ કરવું જોઈએ. ખરી વાત તો એ છે કે આથી વિશેષ અન્ય કેઈ ધર્મ નથી. દુઃખની વાત છે કે આધુનિક સમયમાં આપણા દેશમાં એવી વ્યકિતઓને પણ ટોટે નથી, જે એ ધર્મના નામે ધન સંચય કરવાને પોતાનું લક્ષ્યબિંદુ માને છે. પરંતુ તેવાઓએ મહારાજશ્રીના વિશુદ્ધ ચારિત્રયમાંથી બોધ ગ્રહણ કરી પિતાના કર્તવ્યાકર્તવ્યનો નિશ્ચય કરી લેવું જોઈએ. તેઓશ્રી હરહંમેશ જૈન જનતામાંજ વ્યાખ્યાન આપે છે, એમ નથી. કાંતે તેઓ સાર્વજનિક સ્થળે પિતાનું વ્યાખ્યાન આપે છે, અગર તો એગ્ય સ્થળના અભાવે વ્યાખ્યાન ન આપી શકે અને ઉપાશ્રયાદિમાં વ્યાખ્યાન આપવું પડે તો ત્યાં પણ હિંદુ મુસલમાન સઘળાઓને કેઈ પણ પ્રકારની રોકટોક સિવાય લાભ લેવા દેવામાં આવે છે. જે કંઈ પણ ધર્માવલંબી તેઓશ્રીને વ્યાખ્યાન આપવા વિનંતિ કરે, તે બની શકે ત્યાંસુધી તેઓ કદાપિ ના પાડતા નથી. આ પ્રમાણે તે પ્રત્યેક ધર્મનુયાયી તથા પ્રત્યેક ધર્મોપદેશક એક બીજાના