________________ આદર્શ મુનિ 0. -~-~~-~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ પણ એટલાં પ્રાચીન હસ્તલિખિત મળી આવે છે કે જે સાંભળી દંગ થઈ જવાય છે સંવત ૧૫૦૦માં લખેલું પુસ્તક તે મારી પાસે મોજુદ છે. આ ઉપરાંત અનેક પ્રાચીન શિલાલેખ આદિ મળી આવ્યાં છે જે ઉપરથી જૈનધર્મ બદ્ધધર્મથી પૂર્વેનો છે અને તદન સ્વતંત્ર છે, એ સાબિત થાય છે. આ બાબતને પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ સજજડ પ્રમાણે દ્વારા સ્વીકાર કર્યો છે. તેમણે કરેલી શોધખોળ પણ કેટલાંક પુસ્તકમાં પ્રગટ થઈ ગઈ છે. મહાભારતના ગ્રંથમાં પણ જૈન સાધુઓનું ખ્યાન આવે છે. મહાભારતના યુદ્ધ સમયે એક નિગ્રન્થ સાધુનાં શુકન થયા હતા, તેથી અર્જુનના પૂછવાથી શ્રીકૃષ્ણ કહ્યું હતું કે આ શુકન તો વિજ્ય પ્રાપ્ત કરાવનાર છે. આ ઉપરાંત બીજા અનેક ઉદાહરણો આવે છે જે સ્થળ સંકેચને લીધે અહીં આપી શકાય એમ નથી. અલ્પ સમય હોવા છતાં તેઓશ્રીએ અનેક પ્રમાણે આપી શ્રેતાઓને વાસ્તવિક રીતે જૈનધર્મ અતિ પ્રાચીન છે. તે બાબતમાં સંખ્યા. વળી જણાવ્યું કે અમને કેઈના પ્રત્યે દ્વેષભાવ નથી. જૈન સાધુ માત્ર સત્ય અને નિર્લોભનોજ ઉપદેશ આપે છે. જે લોકો જૈનધર્મમાં ગોટાળા વાળે છે, એવું દર્શાવે છે તેમને સન્માર્ગ દાખવવા તથા સુબોધ આપવાને માટેજ આટલી ચર્ચા કરવી પડી છે. મહારાજ સાહેબે એક કલાક સુધી અનેક અકાટય પ્રમાણે રજુ કરી હાજર રહેલા રોતાવર્ગમાં જૈનધર્મ પ્રત્યે અગાધ શ્રદ્ધા ઉત્પન્ન કરતાં જણાવ્યું કે જે તેને અર્વાચીન જણાવે છે. તે તે સઘળા ભ્રમમાં પડેલા છે. મહામંદિર વિહાર કરી ગયા હોવા છતાં પણ ત્યાંની