________________ આદર્શ મુનિ 583 ~ ~~ ~~~ ~ ~ તરીકે મારો ધર્મ છે કે મારે પેલા જુલમગારના પૂજામાંથી તેના શિકારને છોડાવવા રહ્યા. અહિંસાને પ્રત્યક્ષ અર્થ પારાવાર પ્રેમ દર્શાવવા તથા અતિશય દાન દેવું એ થાય છે. હું અહિંસાને પૂજક હોઉં તો મારે મારા પ્રત્યે શત્રુને ચહાવા જોઈએ. મારા પ્રત્યે અગ્ય રીતે વર્તણુંક ચલાવનાર મારા પિતા કે પુત્ર સાથે હું જે રીતે વતું, તેજ વર્તાવ મારે મારું અનિષ્ટ કરનાર મારા શત્રુ પ્રત્યે અગર તો અજાણ્યા પ્રત્યે કરો જોઈએ. આવી સક્રિય અહિંસામાં સત્ય અને નિડરતાને આપોઆપ સમાવેશ થાય છે. માનવી પોતાના પ્રેમીને દગો દઈ શકતો નથી. તથા તે પ્રેમી પુરૂષ છે કે સ્ત્રી પરંતુ તેનાથી તે ભય પામતો નથી. અગર તેમને ભય પમાડતો નથી. સઘળા દાનોમાં અભયદાન એ શ્રેષ્ઠ દાન છે જે માનવી સાચા અંત:કરણથી અભયદાન આપે છે, તે સઘળા વૈમનસ્યને નિર્મળ કરે છે. આમ કરીને તે માનનીય સમાધાનીને રાજમાર્ગ ખુલેટ કરે છે, પરંતુ જે મનુષ્ય જાતે ભયભીત હોય છે, તે કદાપિ આ અભયદાન આપી શકતા નથી. તેથી જ તે નિર્ભય હોવો જોઈએ. એક બાજુ કાયર હાવું અને બીજી બાજુ અહિંસક હોવાને દાવો કરે, એ બંનેને કોઈ કાળે મેળ ખાતો નથી. અહિંસાના પાલન માટે તો પારાવાર પૈર્ય અને સાહસવૃત્તિ જોઈએ. દ્વાના સગુણામાં એ સૌથી શ્રેષ્ઠ સદ્દગુણ છે. ગેળીઓની ઝડી વરસતી હોય છતાં જે અડગ ઉભે રહી મરણને શરણ થાય છે તે જ સાચે ધે છે. આ આદધો તે અંબરિષ હતો કે જે દુર્વાસાએ પોતાનાથી થાય