________________ આદર્શ મુનિ. પહ૫ ગુલામ ન બનતાં સાંસારિક કાર્યો આચરવાને, પરોપકાર કરવાને, પિતા પ્રત્યે તથા અન્ય પ્રત્યે થતા અન્યાય મિટાવવાને જે હિંસા થાય છે તે “આરંભી હિંસા કહેવાય છે. આવી હિંસાને માટે ગૃહસ્થને સંપૂર્ણ મનાઈ કરવામાં આવી નથી. આવી હિંસામાં હિંસા કરનારને દિલમાં બીજા પ્રત્યે દ્વેષ કે શત્રુતાનો ભાવ હોતો નથી. બીજાને વધ કરવાની વૃત્તિ હોતી નથી. તેની ભાવના તો માત્ર કાર્ય વ્યવહાર ચલાવ, બીજાની રક્ષા કરવી અને પરોપકાર કરો એજ હોય છે. જૈનધર્મની અહિંસા કદાપિ એમ કહેતી નથી કે તમારા શરીરને હષ્ટપુષ્ટ કરે નહિ, તાકાતવાન બનાવે નહિ, વ્યાયામ કરે નહિ, પરંતુ માત્ર સુકવી નાંખો. હા, પણ એટલું તો અવશ્ય સૂચવે છે કે જે પ્રમાણે છાપ મારીને બીજાની સંપત્તિ છિનવી લઈ પિતાને ખજાને ભરપૂર કરે એ વાજબી નથી, તેજ પ્રમાણે બીજા જીનાં શરીરને વધુ કરી, તે મૃતદેહો વડે આપણા શરીરને હષ્ટપુષ્ટ બનાવવું એ પણ વાજબી નથી. તે તે કહે છે કે તમારા શરીરને સાત્વિક ખેરાકથી પશે, તામસીથી નહિ. જાતિમાં દષ્ટિગોચર થતી કાયરતા તથા નપુંસકત્વ એ અહિંસાને લીધે કદાપિ નથી. બ્રહ્મચર્યનું પાલન ન કરવું, વીર્યને ગમે તે રીતે નાશ કરે, બાલ્યાવસ્થામાં લગ્નગ્રંથીથી જોડાવું, માદક પદાર્થોનું અધિક સેવન કરવું, વિગેરે અનેક કારણોને લીધે લેકેની પ્રકૃતિ એવી બની જાય છે, કે જેથી કષાયે વિશેષ પ્રબળ બની વિષયવાસના તરફ મન ઝુકી પડે છે, અને તેથી તે બ્રહ્મચર્યનું સેવન કરી શકતા નથી. જેનામતની અહિંસાએ પ્રજાનાં દિલ કેમળ બનાવી તેને કાયર, નિબળ તથા નપુંસક બનાવી દીધી છે. એ