________________ આદશ મુનિ 481 - ~ મર્યાદા છેડી કદાપી કેધિત થતા નથી, પરંતુ તેની મૂર્ખતા અથવા દુરાગ્રહ જોઈ તેના પ્રત્યે અધિક કરૂણ દર્શાવે છે. પિતાના સિદ્ધાંતોની સત્યતામાં તેમને સંપૂર્ણ વિશ્વાસ હોય છે. તેઓશ્રી એ પણ જાણે છે કે સદ્-સિદ્ધાન્ત કેટલી મુશ્કેલી તથા કેટલે પરિશ્રમ વેઠયા બાદ પ્રાપ્ત થાય છે. તેથી તેઓશ્રી કદાપિ એવી આશા સેવતા નથી, કે શ્રેતા મને સાંભળતાં વેંત જ મારા સિદ્ધાન્તોમાં વિશ્વાસ મૂકવા મંડી પડશે. એક સાચા ઉપદેશકની માફક તેઓશ્રી તર્ક તથા પ્રમાણુ અને શાંતિ તથા સહાનુભૂતિ દ્વારા વિરોધીઓના વિચાર પલટાવવા સતત્ પ્રયાસ કરે છે. તેઓશ્રી એમ માને છે કે દુરાગ્રહથી કેઇના વિચારમાં પરિવર્તન કરાવવાનો શ્રમ ઉઠાવવો એ વ્યર્થ છે. આમ કરવાથી તે સત્યનો નિર્ણય થવાને બદલે વિરોધીઓ ઉલટા જીદ્દી બની જાય છે. સત્ય-સંશોધન શક્તિ. ઘણાએ દયાળુ મહાપુરૂષ સમાજનાં દુઃખોથી દુઃખી થઈ, પિતાની હાદિક સહાનુભૂતિ પ્રગટ કરી, પિતાને કરવાનું કરી ચૂક્યા એમ માની મનથી સંતોષ માને છે. અનેક પિતાની ફુરસદના સમયે વસ્તુસ્થિતિને ઠીક ઠીક સમજવાને યત્ન કરે છે અને જે પિતાને કોઈ પણ પ્રકારનું કષ્ટ અગર ખાસ અગવડ ન પડે તે થોડે ઘણે પોપકાર પણ કરે છે. જેઓ મનુષ્યની દુઃખી અવસ્થા અથવા તો તેનાં મૂળ કારણે શોધી કાઢવાની કે શિશ કરે છે. એવા છેડાએક ઉચ્ચ આત્માઓમાં આપણું ચરિત્રનાયક પણ એક છે.