________________ આદર્શ મુનિ. 489 નહિ, પરંતુ આખા ચરિત્રમાં તેમના સ્વભાવ, વ્યવહાર, કાર્ય અને ધાર્મિક રુચિ તથા સિદ્ધાન્તની સાથે સાથે તેઓશ્રીના જીવનની મુખ્ય મુખ્ય ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. તેઓશ્રીના જીવનને લક્ષમાં રાખી વિદ્વાન ગ્રંથકાર ચાહે તે ઘણે મહાન ગ્રંથ રચી શકે છે. જો કે આ સમયે તેઓશ્રી વૃદ્ધ છે, છતાં પણ તેઓશ્રીને ઉત્સાહ જાણે કે યુવાવસ્થામાં હોય એવો છે. આજ એમના બાલ બ્રહ્મચારી હોવાનું પ્રમાણ છે. તેઓશ્રીનું જીવન વિદ્યોપાર્જન તથા ધાર્મિક જ્ઞાન ચર્ચામાં વ્યતીત થયું છે અને થાય છે. આજે જ્યારે નવયુવકેને લગ્ન થતાં વેંતજ તાલાવેલી લાગે છે કે નવવધુ આવશે અને તેની સાથે સુખોપભેગ ભેગવી અમારું જીવન સંસારના અનિર્વચનીય સુખોથી ભરપૂર બની જશે, ત્યારે તેજ 17-18 વર્ષની ભરજુવાન વયે આપણા ચરિત્રનાયકે સંસારમાંથી વિરક્તતા ધારણ કરી સાંસારિક ભેગવિલાસની કલ્પના સરખી કરી નહિ. તેમણે લગ્ન કર્યું, તે જ તેમને માટે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનું નિમિત્ત માત્ર છે. અમને અભિમાન થાય છે કે તેઓશ્રી જેવા વિલક્ષણ પ્રતિભાશાળી વિદ્વાને અમારા મુલકમાં જન્મ ધારણ કરી સામાજીક તથા ધામિક જીવનને ઉન્નત બનાવ્યું છે. પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી તેઓ દીર્ધાયુ બની આપણી જાતિ તથા સમાજનું આ પ્રમાણે મુખ ઉજજવળ કરતા રહે, એજ અભિલાષા.