________________ 502 > આદર્શ મુનિ સીતા વનવાસ ઔર રામ મુદ્રિકા” (હિંદી) આ બંને પુસ્તકેની તેમણે અત્યંત રમુજી તથા સુબોધક ટીકા લખી છે આ ઉપરાંત નીચે જણાવેલા ગ્રંથનું તેમણે પ્રાકૃતમાં સંશોધન કર્યું છે, તે સઘળાની એક એક હજાર નકલે બહાર પડી ચુકી છે. (1) દશવૈકાલિક સૂત્ર : (2) સુખ વિપાક. | (3) નમીરાયજી. (4) પુછી સુણ ' તેમની વ્યાખ્યાન શૈલી પણ પ્રશંસનીય છે. જે વિષયને તેઓ હાથ ધરે છે, તેને અત્યંત ખૂબીપૂર્વક સમાત કરે છે. તેમની ગુરૂભક્તિ, મળતાવડાપણું, સજજનતા તથા મૃદુભાષિતા પ્રશંસનીય છે. ભૈરવલાલજી મહારાજ–તે જાતે ઓસવાળ સૂરિયા છે. સંવત ૧૯૭૪ના જ્યેષ્ટ માસમાં 25 વર્ષની ઉંમરે તેમને રતલામમાં દીક્ષા આપવામાં આવી. તેમનું જન્મસ્થાન કસિથલ (મેવાડ) છે. તેમણે જેન સિદ્ધાંતને થોડો ઘણે અભ્યાસ કર્યો છે, અને તે વિદ્યા જિજ્ઞાસુ છે. વૃદ્ધિચંદજી મહારાજ:–તે બડી સાદડી મેવાડ)ના વતની ન્યાતે ઓસવાળ છે. સંવત ૧૯૭૬ના કાર્તિક વદ 8 ને દિવસે 23 વર્ષની ઉંમરે તેમને જોધપુરમાં દીક્ષા આપવામાં આવી. તેમણે દ્રવ્યાનુયેગનો અભ્યાસ કર્યો છે. વળી સંગીતના જાણકાર અને વિદ્યા જિજ્ઞાસુ છે.