________________ આદર્શ મુન : 503 નાથુલાલજી મહારાજ –તે જાતે વીસા ઓસવાળ છે. તેમનું જન્મસ્થાન જોધપુર છે. તેમને સંવત ૧૭૭ના માગશર સુદ પૂર્ણિમાને દિવસે સોળ વર્ષની વયે પેટલાવદમાં દીક્ષા આપી. તે વિદ્યા જિજ્ઞાસુ છે. રામલાલજી મહારાજજ્ઞાતે વિસા ઓસવાળ. તેમનું નિવાસસ્થાન મહામંદિર (જોધપુર) છે. સંવત ૧૯૭૮ના ચૈત્ર સુદ 1 ને દિવસે 14 વર્ષની ઉંમરે તેમને દીક્ષા આપવામાં આવી. તે વિદ્યા જિજ્ઞાસુ તથા સંગીત કળાના જાણકાર છે. સંતોષચંદજી મહારાજ –તે જ્ઞાતે વિસા ઓસવાળ છે. તેમનું નિવાસસ્થાન રતલામ છે. સંવત ૧૯૭૮ના આસો વદ ૭ને દિવસે તેમની 33 વર્ષની વયે ઉજ્જૈનમાં તેમને દીક્ષા આપવામાં આવી. તેઓ વિદ્યા જિજ્ઞાસુ તથા વ્યાવચી (ફરમાબરદાર) છે. નંદલાલજી મહારાજ–તે ઈન્દરના વતની જાતિના ભટેવરા છે. સંવત ૧૭૯ત્ની કાર્તિક સુદ ૭ને દિવસે તેમને 24 વર્ષની વયે દીક્ષા આપી. તે વિદ્યા જિજ્ઞાસુ છે. રતનલાલજી મહારાજ –તેમનું જન્મસ્થાન મન્દસાર છે. તે જ્ઞાતે વીસા પોરવાડ છે. સંવત ૧૯૮૦ના ચિત્ર સુદ ૧૩ને દિવસે તેમને 45 વર્ષની પાકટ વયે ભીલવાડામાં દીક્ષા આપી. તે વિદ્યા જિજ્ઞાસુ છે. કેવળચંદજી મહારાજ –તે જ્ઞાતે ઓસવાળ છે. તેમની જન્મભૂમિ કેસિથલ મેવાડ) છે. સંવત ૧૯૮૧ના ફાલ્સન સુદ ૩ને દિવસે 11 વર્ષની ઉંમરે તેમને ખ્યાવરમાં દીક્ષા આપી.