________________ 498 - > આદર્શ મુનિ, જેથી ફરીથી મૃત્યુ થવાને સમય કદાપિ આવે નહિ. વળી આ વાત પણ નિર્વિવાદ છે કે જીવ એકલે આવ્યું હતું અને એકલે ચાલ્યા જવાનો છે. માતા, પિતા, પુત્ર, પત્ની, તથા આખું કુટુંબ પક્ષીઓના ટોળાની માફક એકત્ર થયું છે. જ્યારે પિતપોતાનો સમય ભરાઈ ચૂકશે, ત્યારે એક પછી એક એમ ચાલ્યાં જશે. આમ છે તે પછી તેના ઉપર મેહ રાખવો? અને કેના ઉપર ના રાખો ? પાણીના પ્રવાહની માફક આયુષ્ય અત્યંત શીઘ્રતાથી વહી જાય છે. મનુષ્ય માને છે કે હંમોટે થાઉ છું, પરંતુ એ જાણતા નથી કે તેનું આયુષ્ય ઓછું થતું જાય છે. “રામ રાધિ મ”િ શરીર રેગે અને વ્યાધિનું નિવાસ સ્થાન છે. આવી પ્રત્યક્ષ દેખાતી કાયાની માયામાં મોહ રાખવે એ નરી અજ્ઞાનતા છે. મનુષ્ય અજ્ઞાન દશાને વશવતી એમ સમજે છે–માને છે કે આ મારૂં ઘર, આ મારી સ્ત્રી, આ મારો પુત્ર, આ મારી માતા, પરંતુ જો તે તાત્ત્વિક દૃષ્ટિથી વિચાર કરે તે તેને વિદિત થશે કે એ ઘર નથી, પણ કેદખાનું છે. આત્માનું સાચું નિવાસ સ્થાન, સાચી પત્ની, સાચે પુત્ર, સાચી માતા તથા પિતા તો બીજાં છે. આ સાંસારિક મનુષ્ય સાથે જે સંબંધ છે તે માત્ર દુઃખકર છે. જેમ કહેવામાં આવ્યું છે કે - “મૂનિટુ નિ” તેથી જ્યાં સુધી બની શકે ત્યાં સુધી આ સંસારને અસાર સમજી, તથા કુટુંબને સંસારની જડ સમાજ, સંસારથી મુકત થઈ પંચ મહાવ્રતનું પાલન કરવું જોઈએ, તથા યથાશકિત જ્ઞાન, ધ્યાન, તપસ્યાદિ ધર્મ કિયાઓમાં સમય વ્યતીત કરવો જોઈએ. આ શરીર ક્યાં સુધી નભશે. તેની ખબર નથી. તેથી શુભ કાર્યો કરવામાં તત્પરતા દર્શાવવામાં આવે એ ઈચ્છવાયેગ્ય છે.